ઋષિ પંચમી વિશેષ - જાણો ભારતના 7 મહાન સંત વિશે..

hindu gurus
 
આકાશમાં સાત તારાઓનુ એક મંડળ જોવા મળે છે. તેને સપ્તર્ષિઓનું મંડળ કહેવામાં આવે છે. ઉક્ત મંડળના તારાઓનુ નામ ભારતના મહાન સાત સંતોના આધાર પર જ મુકવામાં આવ્યુ છે. વેદોમાં ઉક્ત મંડળની સ્થિતિ, ગતિ, અંતર અને વિસ્તારની વિસ્તૃત ચર્ચા જોવા મળે છે. દરેક મનવંતરમાં સાત સાત ઋષિ થયા છે. 
 
અહી રજુ છે વૈવસ્તવત મનુના સમયમાં જન્મેલા સાત મહાન ઋષિયોનો ટૂંકો પરિચય 
વેદોના રચેતા ઋષિ - ઋગ્વેદમાં લગભગ એક હજાર સૂક્ત છે. લગભગ દસ હજાર મંત્ર છે. ચાર વેદોમાં લગભગ વીસ હજાર છે અને આ મંત્રોના રચેતા કવિઓને આપણે ઋષિ કહીએ છીએ. બાકી ત્રણ વેદોના મંત્રોની જેમ ઋગ્વેદના મંત્રોની રચનામાં પણ અનેક ઋષિઓનુ યોગદાન રહ્યુ છે.  પણ તેમા પણ સાત ઋષિયો એવા છે જેમા કુળોમાં મંત્ર રચેતા ઋષિઓની એક લાંબી પરંપરા રહી. આ કુલ પરંપરા ઋગ્વેદના સૂક્ત દસ મંડળોમાં સંગ્રહિત છે અને તેમા બે થી સાત મતલબ છ મંડળ એવા છે જેને આપણે પરંપરાથી વંશમંડળ કહીએ છીએ.  કારણ કે તેમા છ ઋષિકુળોના ઋષિઓના મંત્ર એકત્ર કરવામાં આવ્યા છે. 
 
વેદોનો અભ્યાસ કરવા પર જે સાત ઋષિઓ કે ઋષિ કુળના નામ વિશે જાણ થાય છે તે નામ ક્રમશ આ પ્રકારના છે. 1. વશિષ્ઠ 2. વિવિશ્વામિત્ર 3. કળ્વ 4. ભારદ્વાજ 5. અત્રિ 6. વામદેવ અને 7. શૌનક. 
 
પુરાણોમાં સપ્ત ઋષિના નામ પર વિવિધ નામાવલી મળે છે. વિષ્ણુ પુરાણ મુજબ આ મંવન્તરના સપ્તઋષિ આ પ્રકારના છે. વશિષ્ઠકાશ્યપો યાત્રિર્જમદગ્નિસ્સગૌત. વિશ્વામિત્રભારદ્વજૌ સપ્ત સપ્તર્ષભવન. અર્થાત. સાતમા મન્વન્તરમાં સપ્તઋષિ આ પ્રકારના છે. વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભારદ્વાજ. 
 
આ ઉપરાંત પુરાણોની અન્ય નામાવલી આ પ્રકારની છે. - આ ક્રમશ: કેતુ, પુલહ, પુલસ્ત્ય, અત્રિ, અંગિરા, વશિષ્ટ અને મારીચિ છે. 
 
મહાભારતમાં સપ્તર્ષિયોની બે નામાવલિયો મળે છે. એક નામાવલીમાં કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ નામ આવે છે. તો બીજી નામાવલિમાં પાંચ નામ બદલાય જાય છે. કશ્યપ અને વશિષ્ઠ એ જ રહે છે. પણ બાકીના બદલે મરીચિ, અંગિરસ, પુલસ્ત્ય, પુલહ અને ક્રતુ નામ આવી જાય છે. કેટલક પુરાણોમાં કશ્યપ અને મરીચિને એક માનવામાં આવે છે તો કેટલાક કશ્યપ અને કણ્વને પર્યાયવાચી માનવામાં આવે છે. અહી રજુ છે વૈદિક નામાવલિ મુજબ સપ્તઋષિઓનો પરિચય. 


આ પણ વાંચો :