મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : ગુરુવાર, 5 ડિસેમ્બર 2024 (15:00 IST)

Hindu Wedding Rituals: લગ્ન પછી ગૃહ પ્રવેશના દરમિયાન નવી વહુ શા માટે તેના પગથી ચોખા ભરેલો કળશ પાડે છે ? જાણો આ વિધિ પાછળનું કારણ

Hindu Wedding Rituals: . સનાતન ધર્મમાં લગ્નના 16 સંસ્કાર માંથી એક છે જેને ખૂબ મહત્વપૂર્ણ અને શુભ સંસ્કાર ગણાયુ છે. હિન્દુ સમાજમાં સદીઓથી એવી પરંપરા ચાલી આવે છે કે લગ્ન પછી જ્યારે નવી વહુ પહેલીવાર સાસરે આવે છે, ત્યારે તેનો ગૃહ પ્રવેશ કરાવવામાં આવે છે. ગૃહપ્રવેશના સમયે નવવધૂને ‘ચોખાથી ભરેલો કલશ’ ને પગ મારીને અંદર આવે છે અથવા નવવધૂની આરતી કરવામાં આવે છે અને નવવધૂના પગ રંગીન પાણીમાં બોળીને ઘરની અંદર પ્રવેશ કરવામાં આવે છે. 
 
શું છે  'ચોખાથી ભરેલો કલશ' પડાવવાની પરંપરાનુ મહત્વ 
સામાન્ય રીતે અન્નને પફ લગાવવુ અશુભ ગણાય છે. પણ નવી વહુના ગૃહ પ્રવેશ દરમિયાન એવી ઘણી રીતિ રિવાજ અને વિધિ વિધાન કરાવાય છે. આ દરમિયાન ઘરના મુખ્ય દ્વાર પર  'ચોખાથી ભરેલો કલશ'
રાખીએ છે અને પછી નવી વહુ જમણા પગથી  'ચોખાથી ભરેલો કલશ' ને પગ મારીને અંદર આવે છે. 
 
કહેવાય છે આ દરમિયાન જ્યારે  'ચોખાથી ભરેલો કલશ' ઘરની અંદર વિખેરાય છે તો ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી આવે છે. હિંદુ ધર્મમાં ઘરની વહુને માતા લક્ષ્મીનુ સ્થાન આપ્યુ છે અને માન્યતા છે કે વહુના શુભ પગલા પડવાથી હમેશા ખુશહાલી  બની રહે છે. 
 
ચોખાને પરિવારની સમૃદ્ધિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ચોખાથી ભરેલા કલશને પડાવવાથી એ પ્રતીક છે કે નવી વધૂ તેની સાથે લક્ષ્મી (સંપત્તિ અને સમૃદ્ધિની દેવી) ના આશીર્વાદ લાવે છે.

Edited by- Monica sahu