રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By
Last Updated : સોમવાર, 19 ઑગસ્ટ 2019 (17:06 IST)

જન્માષ્ટમી 2019 - રાધારાણીના પ્રેમની નિશાની છે કૃષ્ણના મુકુટનો મોરપંખ

ભગવાન કૃષ્ણના મુકુટમાં જે મોરપંખ છે તેના પાછળ ઘણી માન્યતાઓ છે. કહેવું ચે કે આ મોરપંખથી આટલે લાગણી હતી કે તેને તેમના શ્રૃંગારનો ભાગ બનાવી લીધું હતું. પ્રભુના દરેક સ્વરૂપમાં એક વસ્તુ જે સમાન છે તે આ મોરપંખ જ છે. આવો જાણીએ મોરમુકુટ ધારણ કરવા પાછળ કઈ-કઈ માન્યતાઓ છે. 
 
મોરની પવિત્રતાથી પ્રભાવિત પ્રભુ 
બધા સંસારમાં મોર એક માત્ર એવું પ્રાણી છે જે તેમના સંપૂર્ણ જીવનમાં બ્રહ્મચર્ય વ્રતનો પાલન કરે છે. મોરનીનો ગર્ભધારણ પણ મોરંના આંસૂઓને પીઈને હોય છે. તેથી આટલા પવિત્ર પંખીના પંખને પોતે ભગવાન શ્રીકૃષ્ણ તેમના માથા પર ધારણ કરે છે. 

રાધારાણીના પ્રેમની ધરોહર  
માનવું છે કે રાધાજીના મહલમાં ઘણા મોરલા હતા. કૃષ્ણની વાંસળી પર જ્યારે રાધાજી નૃત્ય કરતી હતી તો મોર પણ કૃષ્ણભકતિમાં તેની સાથે ઝૂમવા લાગતા હતા. તેથી એક વાર મોરલાના એક વાર પંખ નૃત્ય કરતા સમયે જમીન પર પડી ગયું. જ્યારે ભગવાન કૃષ્ણએ તેને રાધાજીના પ્રેમના પ્રતીકના રૂપમાં તેમના મુકુટમાં ધારણ કરી લીધું. 
પ્રભુને પ્રિય હતા મિત્ર અને શત્રુ બન્ને જ 
કહેવું છે કે ભગવાન કૃષ્ણ મિત્ર અને શત્રુ બન્ને માટે મનમાં સમાન ભાવ રાખતા હતા. શ્રીકૃષ્ણના ભાઈ હતા બલરામ જે શેષનાગના અવતાર ગણાય છે. નાગ અને મોરમાં ખૂબ ભયંકર શત્રુતા હોય છે. તેથી શ્રીકૃષ્ણ મોરના પંખ તેમના મુકુટમાં લગાવીને આ સંદેશ આપે છે કે એ બધાના પ્રત્યે સમાન ભાવના રાખે છે. 
સુખ અને દુખનો પ્રતીક 
મોરપંખ પણ બધા રંગના પ્રતીક છે. તેમજ જીવન પણ બધા પ્રકારના રંગથી ભરેલો છે. ક્યારે સુખ તો ક્યારે દુખ ક્યારે ધૂપ તો ક્યારે છાયા. માણસને જીવનના બધા રંગને પ્રેમથી અપનાવું જોઈએ.