સત્યભામાએ જ્યારે પૂછ્યુ દ્રોપદીને - "કેવી રીતે સંતુષ્ટ રાખે છે પાંચ પતિયોને ?" (See Video)
એક દિવસની વાત છે. પાંડવ અને સંત લોકો આશ્રમમાં બેસ્યા હતા. એ સમયે દ્રોપદી અને સત્યભામા પણ સાથે બેસીને એકબીજા સાથે વાત કરી રહી હતી.
સત્યભામાએ દ્રોપદીને પુછ્યુ - બહેન તરા પતિ પાંડવ તારાથી હંમેશા પ્રસન્ન રહે છે. હુ જોઉ છુ કે તેઓ હંમેશા તારા વશમાં રહે છે. તારાથી સંતુષ્ટ રહે છે. તુ મને પણ કંઈક બતાવ કે જેથી મારા શ્યામસુંદર પણ મારા વશમાં રહે.
ત્યારે દ્રોપદી બોલી - સત્યભામા આ તુ મને કેવી દુરાચારિણી સ્ત્રી વિશે પૂછી રહી છે. જ્યારે પતિને એ જાણ હોય તો તે પોતાની પત્નીના વશમાં નથી રહી શકતો.
ત્યારે સત્યભામાએ કહ્યુ - તો તમે જ બતાવો કે તમે પાંડવોની સાથે કેવુ આચરણ કરો છો ?
યોગ્ય પ્રશ્ન જાણીને ત્યારે દ્રોપદી બોલી -
- સાંભળો.... હું અહંકાર અને કામ, ક્રોધને છોડીને ખૂબ જ સાવધાનીથી બધા પાંડવોની સ્ત્રીઓ સહિત સેવા કરુ છુ.
- હુ ઈર્ષાથી દૂર રહુ છુ. મનને કાબૂમા મુકીને કટુ ભાષણથી દૂર રહુ છુ.