શ્રીરામે બાલિને અંત સમયે કહી હતી આ ખાસ વાત

Last Updated: સોમવાર, 1 મે 2017 (14:58 IST)
જ્યારે બાલિ શ્રીરામના બાણથી ઘાયલ થઈને પૃથ્વી પર પડી ગયા, ત્યારે બાલિએ શ્રીરામને કહ્યું કે તમે ધર્મની રક્ષા કરો છો તો મને આ રીતે બાણથી શા માટે માર્યો ? 
આ પ્રશ્નના જવાબમાં શ્રીરારામે કહ્યુ કે 
अनुज बधू भगिनी सुत नारी। सुनु सठ कन्या सम ए चारी॥
इन्हहि कुदृष्टि बिलोकइ जोई। ताहि बधें कछु पाप न होई॥
  
 
નાના ભાઈની પત્ની, બેન, પુત્રની પત્ની અને પુત્રી આ બધા સમાન હોય છે જે માણસ તેને બુરી નજરથી જુએ છે, તેને મારવાથી પાપ લાગતુ નથી. બાલિ તૂ તારા ભાઈ સુગ્રીવની પત્ની પર ખરાબ નજર રાખી અને સુગ્રીવને મારવા ઈચ્છ્યો. આ પાપના કારણે મે તને  બાણથી માર્યો. આ જવાબથી બાલિ સંતુષ્ટ થઈ ગયા અને શ્રીરામને તેમના કરેલ પાપની ક્ષમા યાચના કરી. ત્યારબાદ બાલિએ અંગદને શ્રીરામની સેવામાં સોંપી દીધો. 
 
ત્યારબાદ બાલિએ પ્રાણ ત્યાગ દીધા. બાલિની પત્ની તારા વિલાપ કરવા લાગી. ત્યારે શ્રીરામે તારાને જ્ઞાન આપ્યું કે આ શરીર પૃથ્વી જળ, આગ, આકાશ અને વાયુથી મળીને બન્યું છે. બાલિનું શરીર તમારા સામે છે પણ તેમની આત્મા તો અમર છે તો વિલાપ ન કરવો જોઈએ. આ રીતે સમજાવ્યા પછી તારા શાંત થઈ. ત્યારબાદ શ્રીરામે સુગ્રીવને રાજ્ય સોંપી દીધુ.  
 


આ પણ વાંચો :