શનિવાર, 20 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

રંગોના તહેવાર હોળી સાથે સંકળાયેલી કેટલીક કથાઓ

રંગોના તહેવાર હોળીને ઉજવાની પરંપરા ખૂબ જૂની છે. આ તહેવારના સામાજિક અને ધાર્મિક મહત્વ છે. હોળીના દિવસે બધા એક બીજાને રંગ લગાવીને દરેક ભેદને મિટાવી નાખે છે. આવો જાણીએ આ તહેવારને લઈને કેટલીક કથાઓ વિશે. 
* ભક્ત પ્રહલાદની કથાતો બધાએ સાંભળી હશે. હિરણ્યકશિપુની બેન હોળિકાને અગ્નિમાં ન બળવાનું વરદાન મળ્યું હતું. તેને ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદને અગ્નિમાં સળગાવી રાખ કરવાના પ્રયાસ કર્યા. હોળિકા તો બળી ગઈ પણ પ્રહલાદ બચી ગયા. ત્યારથી આ તહેવારને ઉજવવાની પ્રથા શરૂ થઈ. 
 
*હોળીને લઈને બીજી કથા છે કે જ્યારે કંસએ ભગવાન શ્રીકૃષણના વધ માટે રાક્ષસી પૂતનાને મોકલ્યું ત્યારે બાળ કૃષ્ણ દૂધપાન કરતી રાક્ષસી પૂતનાના પ્રાણ લઈ લીધા હતા. આ પ્રસંગની યાદમાં મથુરાવાસી રાક્ષસી પૂતનાનો પૂતળો બનાવીને સળગાવવા લાગ્યા. ત્યારેથી આ તહેવાર ઉજવવાની પરંપરા શરૂ થઈ ગઈ. 
 
* એક માન્યતા મુજબ છે કે ભગવાન શ્રીકૃષ્ણએ માતા યશોદાથી પૂછ્યું કે "રાધા ક્યૂ ગોરી મે ક્યૂં કાલા". ત્યારે માતા યશોદા કહે છે કે તૂ રાધાને તે રંગમાં રંગી દે જે તમે ભાવે. ભગવાન શ્રીકૃષ્ણ, રાધાને મનભાવક રંગથી રંગવા જાય છે અને આ રીતે રંગ ઉત્સવનો આરંભ થયું. 
 
* શિવપુરાણ મુજબ હિમાલયની પુત્રી પાર્વતી, ભગવાન શિવથી લગ્ન માટે કઠોર તપ કરી રહી હતી. શિવ પણ તપસ્યામાં મગ્ન હતા.  તાડકાસુરનો વધ- શિવ-પાર્વતીના પુત્ર દ્વારા થવું હતું. આ કારણે ઈંદ્રએ કામદેવને ભગવાન શિવની તપસ્યા ભંગ કરવા મોકલ્યું. તપસ્યા ભંગ થવાથી ભગવાન શિવ ક્રોધિત થઈ ગયા અને કામદેવને ભસ્મ કરી નાખ્યું. ભગવાન શિવની તપસ્યા ભંગ થયા પછી દેવતાઓ તેમને પાર્વતીથી લગ્ન માટે રાજી કરી લીધું. આ કથાન અમુજબ હોળીમાં કામ ભાવનાને પ્રતીકાત્મક રૂપથી સળગાવીને સાચા પ્રેમનો ઉત્સવ ઉજવાય છે.