શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. સનાતન ધર્મ
Written By

Hindu dharm - જાપમાળા 108 મણકાની જ કેમ ?

જાપમાળા હાથમાં લઈને જપ કરતી વખતે તમે ધ્યાનમાં લીધુ હશે કે માળામાં 108 મોતી હોય છે. 
માળા રુદ્રક્ષની હોય, તુલસીમાળા હોય, સ્ફટિકની હોય કે મોતીની હોય.. માળામાં મોતીની સંખ્યા 108 જ હોય છે. આની પાછળ કારણ શુ છે ? 


રુદ્રાક્ષ માળા સર્વશ્રેષ્ઠ કહેવાય છે. કારણ કે તે કહેવાય છે. જપ કે ઈશ્વરનું નામ સ્મરણ કરતી વખતે એક નિશ્ચિત સંખ્યા મનમાં લઈને નામસ્મરણ કરવુ એવુ શાસ્ત્રોમાં કહ્યુ છે. સંખ્યાવગરનુ જપ નામસ્મરણ પૂર્ણ ફળ આપતુ નથી. જાપમાળાથી નામસ્મરણ કરવાથી મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. 

દિવસના બાર કલાકમાંથી મનુષ્ય 10800 વખત શ્વાસોચ્છવાસ કરે છે. દરેક શ્વાસ સાથે તેણે નામસ્મરણ કરવુ એવી કલ્પના હોય છે. આવુ શક્ય ન હોવાથી 10800માંથી માત્ર 108 વખત નામસ્મરણ કરવુ, 108 અંક પાર કર્યો કે જપમાળામાં એક બીજા પ્રકારનો મોતી હોય છે, જે આપણા હાથને 108 અંક પૂરા થવાની સૂચના આપે છે. તેથી હંમેશા 108 વખત જપ કરવાની પ્રથા છે.


બીજી એક માન્યતા મુજબ માળાના 108 દાણા અને સૂર્યની કલાઓ સાથે ઉંડો સંબંધ છે. એક વર્ષમાં સૂર્ય 216000 કલાઓ બદલે ક હ્હે અને વર્ષમાં બે વાર પોતાની સ્થિતિ પણ બદલે છે.   છ માસ ઉત્તરાયણ રહે છે અને છ માસ દક્ષિણયન. તેથી સૂર્ય છ મહિનાની એક સ્થિતિમાં 108000 વાર કલાઓ બદલે છે. 
 
 
આ સંખ્યા 108000માંથી અંતિમ ત્રણ શૂન્ય હટાવીને માળાના 108 મોતી નક્કી કરવામાં આવ્યા છે. માળાનુ એક એક દાણો સૂર્યની એક એક કળાનુ પ્રતિક છે. સૂર્ય જ એકમાત્ર સાક્ષાત દર્શન આપનારા દેવતા છે. આ જ કારણે સૂર્યની કળાઓના આધાર પર દાણાની સંખ્યા 108 નક્કી કરવામાં આવી છે. 
 
માન્યતાએ પણ છે કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ કુલ 27 નક્ષત્ર બતાવવામાં આવ્યા છે. દરેક નક્ષત્રના 4 ચરણ હોય છે અને 27 નક્ષત્રોના કુલ ચરણ 108 જ હોય છે. માળાનો એક-એક દાણો નક્ષત્રના એક-એક ચરણનું પ્રતિનિધિત્વ કરે છે.