ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મકર સંક્રાતિ
Written By કલ્યાણી દેશમુખ|

ઉડી રે મારી પતંગ......

N.D
ઉમંગને ઉછાળતી, આકાશને આંબતી
વાદળોના આકાશમાં હલેસા મારતી
ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે......

કાપ્યો છે... કાપ્યો છે.... કહીને સૌ પતંગોને કાપતી
કદી મને આગળ પાછળ ડોલાવતી
જુઓ કેવી ઘેલી પતંગ મારી ઉડી રે......

પેલો ચાપટ પણ ગયો
પેલી આંખેદાર કપાઈ
કેવી સૌને પાણી પીવડાવતી ઉડી રે....

કદી ઝાડમાં અટકતી
કદી મારા ધબકારા વધારતી
મને અગાશીમાં દોડાવતી કેવી ઉડી રે.......
ઉડી ઉડી રે પતંગ મારી ઉડી રે......