સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મકર સંક્રાતિ
Written By વેબ દુનિયા|

આજે નહી કાલે ઉત્તરાયણ - જ્યોતિષ

સૂર્ય આજે રાત્રે ધન રાશીમાથી મકરમાં જવાથી તા. 15મીના રોજ મકરસંક્રાતિ

PTIPTI

વિક્રમ સંવત-2064માં એટલે કે આ વર્ષે ઉત્તરાયણ તા. 14ના બદલે તા. 15મીના રોજ આવતીકાલે ઉજાવવામાં આવે છે. દાન-ધર્મ અને તપ માટે સંક્રાતિ પુણ્યકાળનું મહત્ત્વ હોવાથી જ્યોતિષીઓના મતે સૂર્ય આજે રાત્રે 12.07 વાગ્યે ધન રાશી છોડીને મકરમાં પ્રવેશ કરનાર હોવાથી તા. 15મી ના સૂર્યોદયથી સંક્રાંતિ પુણ્યકાળનો પ્રારંભ થશે. આથી યુવાનો આજે અને કાલે એમ બે દિવસ ઉત્તરાયણ તહેવારની મજા માણશે.

અન્ય એક કારણ મુજબ સૂર્ય ઉત્તરાયણ કરે ત્યારે આપણે મકરસંક્રાતિ કરે છે અને તેના કારણે તેની શક્તિમાં વધારો થાય છે, કે જેની ભારત પર પણ અસર થાય છે. સુર્ય એક વર્ષમાં 12 રાશીઓમાંથી પસાર થાય છે. એક રાશીમાંથી બીજી રાશીમાં સુર્ય જાય તેને સંક્રાતિ કહેવામાં આવે છે.

જ્યારે સુર્ય ધનુમાંથી મકર રાશીમાં સંક્રાત થાય છે તેને મકરસંક્રાતિ કહેવાય છે. આમ ભૌગોલિક રીતે વાત કરીએ તો સુર્ય દક્ષિણની જગ્યાએ ઉત્તર તરફ ગતિ કરે છે. સુરજ 72 વર્ષમાં એક અંસ આગળ વધે છે. હવે 2080 સુધી 15મી જાન્યુઆરીના રોજ મકરસંક્રાતિ મનાવવામાં આવશે.

ખાસ વાત એ છે કે હિન્દુઓના બાકી ઉત્સવો ચંન્દ્ર રાશીના પ્રમાણે મનાવવામાં આવે છે જ્યારે મકરસંક્રાતિ સુર્ય રાશી પ્રમાણે મનાવવામાં આવે છે. નોંધનિય જેવી વાત એ છે કે, ઇ.સ280માં 21મી ડિસેમ્બરના રોજ મકરસંક્રાતિ મનાવવામાં આવી હતી.