જીવનમાં સંબંધોની પતંગ-દોરી
|
>પતંગોની જેમ જ જીવનમાં વિવિધ રંગો હોય છે, ખુશી, દુ:ખ, મેળવવું, ખોવું, આશ્ચર્ય, બીક વગેરે.
>જીવનમાં આપણે પણ પતંગની જેમ આકાશને આંબવાની અને ખૂબ ઉપર જવાની ઈચ્છા રાખીએ છીએ.
>જેવી રીતે વાટેલા કાઁચ અને અને ગુંદરથી સૂતાયેલા માઁજાની પતંગ સરળતાથી નથી કપાતી તેવી જરીતે પ્રેમ અને વિશ્વાસથી સૂતાયેલા સંબંધો પણ મજબૂત હોય છે.
> દોર વગરની પતંગ બેકાર છે, મતલબ જીંદગીના સંબંધો પણ એકબીજાની મદદ વગર અધૂરા છે.
|
> પતંગ ઉડાવવી એ એકના હાથની વાત નથી, ફીરકી પકડવાવાળો અને ખેંચ આપવાવાળો સાથે જોઈએ.
> પતંગ હવાના જોર સાથે વહે છે. આપણે પણ બધાને અનુકૂળ આવે તેવુ જીવન જીવીએ તો જીંદગી સરળ બની જાય છે.
> પતંગ જેવા સંબંધોમાં પેચ ન લડાવો કપાવવાની બીક રહે છે.
>કમાન તૂટી તો સમજો પતંગ કપાઈ ગઈ. જીવનમાં સંબંધોની કમાનને તૂટવા ન દો. એટલી જ વાળો જેટલી એમાં લચક હોય.
> પતંગની પૂંછડીથી તેનુ બેલેંસ હોય છે, જીવનમાં ધેર્ય એ પૂછડીનું કામ કરે છે. જેટલુ આપણે ધેર્ય રાખીશુ તેટલુ જ સંબંધોમાં બેલેંસ રહેશે.
> ક્યારેક ક્યારેક પતંગોમાં ઢીલ પણ આપવી પડે છે. જીવનમાં હંમેશા તણાવમાં ન રહો, થોડી ઢીલ આપતા રહો, જેથી જીન્દગી સ્મૂથ ચાલતી રહે.
> પતંગ ઉડાડવામાં ઘણીવાર કેટલીયવાર હાથોમાં કટ વાગે છે, જીંદગીમાં પણ કેટલીય વાર ખુશીની ઉડાણની સાથે ગમના કટ પણ વાગે છે.
> ફીરકી પકડનાર અને પતંગ ઉડાવનારા વચ્ચે યોગ્ય તાલમેલ જરૂરી છે. આ જ તાલમેલ સંબંધોમાં પણ બનેલો હોવો જોઈએ.
> પતંગ કેટલીય ઉપર ઉડી જાય ફીરકી નીચે જ રહે છે, આપણે પણ કેટલીય ઉંચાઈ પર પહોંચી જઈએ પગ તો જમીન પર જ ટકી રહે છે.
|