શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. »
  3. વેબદુનિયા વિશેષ 08
  4. »
  5. મકર સંક્રાતિ
Written By નઇ દુનિયા|

તલની સ્પેશ્યલ વાનગીઓ

તલના ઘૂઘરા

સામગ્રી - 500 ગ્રામ મેંદો, 250 ગ્રામ ખાંડ, 100 ગ્રામ તલ સેકેલી અને અધકચરી વાટેલી. કોપરાનું છીણ 50 ગ્રામ, 50 ગ્રામ ચારોળી, ઈલાયચી વાટેલી એક ચમચી, તળવા માટે ઘી.

N.D
વિધિ - વાટેલી તલમાં કોપરાનુ છીણ, ચારોળી, ખાંડ, ઈલાયચી બધાને ભેળવી લો. મેદાને ચાળી લો અને તેમાં એક ચમચી ઘી નું મોણ નાખીને પૂરી જેવો લોટ બાંધી લો. નાની નાની પૂરી વણો અને તેમાં ભરાવન ભરી ઘૂઘરાનો આકાર આપી તૈયાર કરી લો. હવે એક કઢાઈમાં ઘી ગરમ કરો અને ધીમા તાપે ઘૂઘરાને તળી લો, ગરમા ગરમ ખાવ અને ખવડાવો.

તલ-ખજૂરના લાડુ.

સામગ્રી - 250 ગ્રામ તલ સેકેલા અને અધકચરા વાટેલા, 500 ગ્રામ ખજૂર ધોઈને વાટેલી, 1 કપ મગજતરી, 1 કપ નારિયલ છીણેલુ, 1 ટી સ્પૂન ઈલાયચી પાવડર.
N.D

વિધિ - ખજૂરન પેસ્ટમા તલ, નારિયળ, ઈલાયચી, મગજતરી આ બધાને સારી રીતે ભેળવી લો. હવે આના નાના-નાના લાડુ વાળી લો. આ લાડુ સ્વાદિષ્ટ, તરત બનનારા અને પૌષ્ટિક છે.

તલગોળની મઠરી

સામગ્રી - તલ 100 ગ્રામ, ગોળ 100 ગ્રામ, બાજરીનો લોટ 250 ગ્રામ, ઘી.

N.D
વિધિ - ગોળને 1/2 કપ પાણીમાં ઓગાળી લો. બાજરીના લોટને ચાળી લો. અડધી ચમચી ઘીનું મોણ અને તલ નાખી લોટ બાંધી લો. હવે પ્લાસ્ટિકની શીટની મદદથી નાની નાની મઠરી બનાવી લો. ચાકૂ વડે તેમાં વચ્ચે કાપા મૂકો અને ઘી ગરમ કરી તળી લો. પૂરી કૂરકૂરી થાય ત્યાં સુધી તળો. ગરમા ગરમ તલ-ગોળની મઠરી પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ઘણા દિવસો સુધી ખરાબ નથી થતી.

તલની શાહી બરફી

સામગ્રી - 3 વાડકી સેકેલી અને અધકચરી વાટેલી તલ, 2 વાડકી ખાંડ, 1 વાડકી માવો, 1 વાડકી સુકોમેવો વાટેલો, એક ચમચી ઈલાયચી પાવડર, કેસરના 20-25 રેસા ગુલાબજળમાં પલાળેલા.

વિધિ - માવાને થોડો સેકી લો પછી ખાંડ ભેળવો. ખાંડ ઓગળે ત્યાં સુધી ફરી સેકો. તલ, મેવા અને ઈલાયચી, કેસર ભેળવો. ઘટ્ટ થાય ત્યાંરે ચીકાશ લગાડેલ થાળીમાં પાથરી દો અને એક સરખુ કરી દો. વર્ક લગાવો અને મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.