પૌરાણિક વાર્તા- સેક્સ કોણ વધારે એંજાય કરે છે સ્ત્રી કે પુરૂષ ? who enjoy better sex man or woman

આ એક બહુ જૂનો  વિવાદ છે સંભોગના સમયે સ્ત્રી પુરૂષમાંથી કોણ વધારે આનંદ ઉઠાવે છે. આ વિશે જુદા-જુદા મત જોવા મળશે.  આજે તમે આ લેખ વાંચીને જાણી જશો કે પહેલાના જમાનામાં આ અંગે પહેલા જ એક નિર્ણય લઈ લેવામાં આવ્યો હતો. એ અંગે બે કથા વાંચવી પડશે. 
 
 યુદ્ધિષ્ઠીર પોતે  આ વિશે બોલે છેકે સ્ત્રીઓ સંભોગ સુખમાં વધારે આનંદ ઉઠાવે છે. 
જ્યારે યુદ્ધિષ્ઠિરે એમના પિતામહ ભીષ્મને આ પ્રશ્ન પૂછ્યો. 
 
એક વાર યુદ્ધિષ્ઠિર એમના પિતામહ ભીષ્મ પાસે ગયા અને બોલ્યા તાત શું તમે મારા એક પ્રશ્નનો જવાબ આપશો. શું તમે સાચે સાચુ  જણાવશો કે સ્ત્રી અને પુરૂષ બન્નેમાંથી કોણ છે જે સંભોગના સમયે વધારે આનંદ પ્રાપ્ત કરે છે. ભીષ્મ બોલ્યા "આ સંબંધમાં તમને ભંગસ્વાના અને સકરાની કથા સંભળાવું છુ જેમાં તમારા 
સવાલના જવાબ મળી જશે. 
 
ખૂબ સમય  પહેલા ભંગસ્વાના નામનો  એક રાજા રહેતો હતો. એ ન્યાયપ્રિય અને ખૂબ યશસ્વી હતો પણ એનો  કોઈ પુત્ર નહોતો.  એક બાળકની ઈચ્છામાં એ રાજાએ એક અનુષ્ઠાન કરાવ્યુ જેનુ નામ હતુ અગ્નિષ્ટ્રતા.  કારણકે એમના હવનમાં માત્ર અગ્નિ ભગવાનનો આદર થયો હતો. આથી દેવરાજ ઈન્દ્ર એમના પર ગુસ્સે થયા. 
 
ઈંદ્ર પોતાનો ગુસ્સો કાઢવાની એક તક શોધી જેમા રાજા ભંગસ્વાનાથી કોઈ ભૂલ થાય અને તેઓ તેમને દંડ આપી શકે. પર ભંગસ્વાના એટલો સારો રાજા હતો કે ઈન્દ્રને આવી કોઈ તક મળી નહી.  જેના કારણે ઈન્દ્રનો  ગુસ્સો વધતા ગયો.  એક દિવસ રાજા શિકાર પર નિકળ્યા.  ઈન્દ્રએ  વિચાર્યું કે આ જ યોગ્ય સમય છે.  ઈન્દ્રએ 
રાજાને વશમાં કરી સમ્મોહિત કરી દીધા રાજા રસ્તો ભટકી પડ્યા. થોડે દૂર તેમને એક નદી દેખાઈ. રાજાએ  એમના ઘોડાને પાણી પીવડાવ્યું અને પોતે પણ પીધું. 
 
જેવુ એ રાજાએ નદીનું  પાણી પીધું કે ધીરે ધીરે કરીને તેઓ એક સ્ત્રીના વેશમાં બદલાઈ ગયા. શરમથી રાજા જોર-જોરથી રડવા લાગ્યા . એમને સમજાતુ નહોતુ કે આવુ કેવી રીતે બની ગયુ. 
 
રાજા વિચારવા લાગ્યા "  હે પ્રભુ ! આ અનર્થ પછી હું મારા રાજ્યમાં  પરત કેવી રીતે જાઉં. મારા અનુષ્ઠાનથી મને મળેલા મારા 100 પુત્રને  કેવી રીતે મળું. કેવી રીતે મારુ  રાજ્ય ચાલશે. આ રીતે શોક કરવા લાગ્યા અને તેઓ એ જ હાલતમાં રાજ્યમાં  પરત આવ્યા. 
 
સ્ત્રીના રૂપમાં રાજાએ એક સભા બોલાવી જેમાં એમની બધી રાણીઓ, પુત્રો, મંત્રીઓને  કહ્યું કે હવે હું રાજ-પાઠ સંભાળવા લાયક નથી રહ્યો. તમે બધા અહીં સુખથી રહો અને રાજ્ય સંભાળો. હું જંગલમાં જઈને મારું જીવન વ્યતીત કરીશ. 
 
આવું કહીને રાજાએ  જંગલ  તરફ પ્રસ્થાન કરી લીધુ. . ત્યાં એ એક તપસ્વી સાથે રહેવા લાગ્યા.  જ્યાં એને ઘણા પુત્રોને જન્મ આપ્યો.  એ સ્ત્રીરૂપી રાજા એમના આ પુત્રોને લઈને પોતાના રાજ્યમાં ગયા અને એમના પહેલાના પુત્રો સાથે ભેંટ કરાવી. અને બોલ્યા  ' આ મારા પુત્ર છે જ્યારે હું એક સ્ત્રી'  હતી અને ' તમે મારા પુત્ર છો જ્યારે હું એક પુરૂષ હતો'. " 
 
તમે બધા મારા રાજ્યને ભાઈઓની જેમ મળીને સાચવો. બધા ભાઈ હળીમળીને રહેવા લાગ્યા. 
 
બધાને સુખી જોઈને ઈન્દ્ર દેવતા ક્રોધિત થયા એમણે વિચાર્યું કે એમને સ્ત્રીમાં બદલીને તો હું એમની સાથે ખરાબ ની જગ્યાએ સારું કર્યું અને ખૂબ ક્રોધિત થવા લાગ્યા.  એમના મનમાં ઈર્ષાની ભાવના ફરી જાગી. પછી ઈન્દ્ર એક બ્રાહ્મણના રૂપ ધારણ કરી ભંગસ્વનાના રાજ્યમાં પહોંચ્યા. ત્યાં જઈને તેમણે  રાજકુમારોને એકબીજા વિરુદ્ધ ભડકાવ્યા. 
 
આવું કરવાથી બધા ભાઈઓએ  એક બીજા સાથે  લડીને એક બીજાને મારી નાખ્યા. જેવી  ભંગસ્વાનાને આ વાતની ખબર પડી એ દુ:ખી થઈ અને રડવા લાગી. બ્રાહ્મણ રૂપમાં ઈન્દ્ર રાજા પાસે પહોંચીને બોલ્યા કેમ રડો છો. ભંગસ્વનાએ રડતા-રડતા બધી વાત કહી. ઈન્દ્રએ પોતાનુ અસલી રૂપ દેખાડી રાજાને એમની ભૂલ વિશે જણાવ્યું. 

 
ઈન્દ્રે કહ્યું તમે માત્ર અગ્નિની પૂજા કરી. મારું અપમાન કર્યું આથી હું મે તારી સાથે આવું કર્યું. આ સાંભળતા જ ભંગસ્વનાએ ઈન્દ્રના પગમાં પડીને માફી માંગી. રાજાની આવી સ્થિતિ જોઈ ઈન્દ્રને દયા આવી ગઈ. ઈન્દ્રએ રાજાને માફ કરતા એમના પુત્રને જીવિત કરવાનું  વરદાન આપ્યુ. 
 
ઈન્દ્ર બોલ્યા -  તમારા બાળકોમાંથી કોઈ એકને જીવિત કરી લો. ભંગસ્વનાએ  કહ્યું એવી વાત છે તો મારા એ પુત્રોને જીવિત કરો જેને હું સ્ત્રી રૂપમાં જન્મ આપ્યો છે. હેરાન થઈને ઈન્દ્રએ  એનું કારણ પૂછ્યું.  તો રાજાએ જવાબ આપ્યો -  હે ઈન્દ્ર એક સ્ત્રીનો પ્રેમ એક પુરૂષ કરતા  વધારે હોય છે આથી હું મારા ગર્ભથી જન્મેલા બાળકોનું જીવન માંગું છું. 
 
આ વાતથી ઈન્દ્ર દેવતા રાજી થયા અને એમના બધા પુત્રોને જીવિત કર્યા અને રાજાને  પણ ફરીથી પુરૂષ બનાવવાની તૈયારી બતાવી.  
 
તો ભંગસ્વનાએ  એમને કહ્યું નહી હું સ્ત્રીના  રૂપમાં જ ખુશ છું,  ત્યારે ઈન્દ્રે પૂછ્યું તમે કેમ ફરી રાજા નથી બનવા માંગતા.  ભંગસ્વના બોલી -  કારણકે સંભોગના સમયે સ્ત્રી પુરૂષથી વધારે આનંદ તૃપ્તિ અને સુખ મેળવે  છે. આથી હું સ્ત્રી જ રહેવા માંગુ છું. ઈન્દ્રએ  એમને સ્ત્રી જ રહેવાના આશીર્વાદ આપ્યા. 
 
આ રીતે આ વાત સ્પષ્ટ  છે કે સ્ત્રીને સંભોગના સમયે પુરૂષ કરતા વધારે સુખ મળે છે.


આ પણ વાંચો :