રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શરબત
Written By

ઉનાળામાં ઠંડક આપતુ ખસખસ શરબત

સામગ્રી - 100 ગ્રામ ખસખસના દાણા, 1થી દોઢ ગ્લાસ ખાંડ, થોડા ટીંપા લીલો રંગ અને ખસનું એસેન્સ, 1 નાની ચમચી સાઇટ્રિક એસિડ, પાણી અને આઇસ ક્યૂબ.

બનાવવાની રીત - ખસખસના દાણાને લગભગ પાંચથી છ કલાક સુધી પાણીમાં પલાળીને રાખો. હવે પાણી નિતારી તેને મિક્સીમાં એકદમ ઝીણાં ગ્રાઇન્ડ કરી કપડામાં મૂકી પોડલી બાંધી દો. ખાંડમાં અંદાજે 1 ગ્લાસ પાણી નાંખ ઉકાળો અને થોડું ઉકળે એટલે ખસખસના દાણાવાળી પોટલી તેમાં નાંખી સારી રીતે ઉકળવા દો.

ખાંડની બેતારી પોટલી બની જાય એટલે પોટલીને નીચોવીને બહાર કાઢી લો. હવે સાઇટ્રિક એસિડ, લીલો રંગ અને ખસનું એસેન્સ નાંખી બધું મિશ્રણ સારી રીતે મિક્સ કરી દો. ઠંડુ થાય એટલે એરટાઇટ બોટલમાંભરી મૂકી દો. તૈયાર છે ઉનાળાની ગરમીમાં મગજને ઠંડુ રાખનારું ખસખસનું શરબત. તમે પોતે પણ આ ટેસ્ટી શરબત પી શકો છો અને ઉનાળાની ગરમીનો સામનો કરીને તમારા ઘરે આવેલા મહેમાનોને પણ તે પીવડાવી શકો છો.

નોંધ - જ્યારે આ શરબતનો ઉપયોગ કરવો હોય ત્યારે એક ગ્લાસ પાણીમાં એક-બે ચમચી શરબત અને આઇસ ક્યૂબ નાંખી ઠંડુ-ઠંડુ ખસખસનું શરબત પીરસો.