રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. શરબત
Written By
Last Updated : શુક્રવાર, 1 એપ્રિલ 2016 (14:38 IST)

આ રીતે ઘરે જ બનાવો જલજીરા

5 ગ્લાસ જલજીરા માટે - 2-3 ચમચી ખાંડને અડધો કપ પાણીમાં મિક્સ કરીને બાજુ પર મુકી દો. 3/4 ચમચી જીરુ 5 થી 6 મિનિટ સુધી સેકો અને તેને જુદુ મુકો. હવે 1/4 વરિયાળીને 3 મિનિટ સેકીની અલગ મુકો. હવે બે લવિંગ. એક કાળી મરી, એક કાળી ઈલાયચી (મોટી ઈલાયચી) દોઢ ચમચી કાળા મરીને 2 મિનિટ માટે સેકીને અલગ મુકો. બધા સેકેલા મસાલા ઠંડા થઈ જાય કે તેને વાટી લો. વાટતી વખતે એક ચમચી સંચળ અને દોઢ ચમચી મીઠુ, દોઢ ચમચી આમચૂર અને એક ચોથાઈ ચમચી હિંગ પણ મિક્સ કરો. હવે 1/3 કપ તાજા ફુદીનો દોઢ કપ લીલા ધાણા અને 1 ચમચી છીણેલુ આદુમાં 1 કપ પાણી મિક્સ કરીને વાટી લો. અને એક ચમચી છીણેલા આદુમાં 1 કપ પાણી નાખીને મિક્સરમાં ગ્રાઈંડ કરી લો. હવે તેમા સેકીને વાટેલો મસાલો નાખો અને એ પાણીને ગાળી લો. ગાળેલા પાણીમાં એક લીટર ઠંડુ પાણી મિક્સ કરો.  તેમા બે લીંબૂનો રસ, અગાથી મિક્સ કરીને મુકેલુ ખાંડનુ પાણી સારી રીતે મિક્સ કરી લો.   તૈયાર જલજીરા ફ્રિજમાં મુકો. પીરસતી વખતે ગ્લાસમાં ભરો અને ઉપરથી બુંદીથી સજાવો.