ભારતીય શેર બજારમાં તેજીનો વેપાર

વેબ દુનિયા| Last Modified સોમવાર, 20 જાન્યુઆરી 2014 (18:28 IST)
:
P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સમાં 141 પોઇન્ટ વધીને 21,205 અને નિફ્ટી 42 પોઇન્ટ વધીને 6,304નાં લેવલે બંધ આવ્યા.

માર્કેટમાં આજે આઇટી, એફએમસીજી, રિયલ્ટી સ્ટોકમાં ખરિદારી નોંધાઇ. જ્યારે ઑઇલ એન્ડ ગેસ સ્ટોકમાં વેચવાલી નોંધાઇ. સ્મૉલકૈપ અને મિડ કૈપ સ્ટોકમાં ખરિદારી હતી.

આજનાં ટ્રેડિંગ સેશનમાં ટીસીએ, એચસીએલ ટૈક, વિપ્રો, સેસા સ્ટરલાઇટ, ઇન્ડસઇન્ડ બેંક, આઇટીસી અને ટાટા મોટર્સનાં સ્ટોકમાં 1 થી 5 ટકા સુધીની તેજી નોંધાઇ. જ્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એનએમડીસી, ટાટા પાવર, ગ્રાસિમ, કોલ ઇન્ડિયા, સન ફાર્મા અને ભારતી એરટેલનાં સ્ટોકમાં 2 ટકા સુધીનો ઘટાડો નોંધાયો.
મિડકૈપ સ્ટોકમાં એમસીએક્સ, બજાજ ઇલેક્ટ્રિક, અરબિંદો ફાર્મા અને રિસા ઇન્ટરનેશનલનાં સ્ટોકમાં 5 થી 10 ટકાની તેજી નોંધાઇ. જ્યારે એફએજી બિયરિંગ્સ, ત્રિવેણી ટર્બાઇન, પૂર્વાંકરા પ્રોજેક્ટ્સ, જ્યોતિ લૈબ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાયનાન્સિયલનાં સ્ટોકમાં 2 થી 5 ટકાનો ઘટાડો હતો.


આ પણ વાંચો :