વિદેશી રોકાણકારોનુ રોકાણ વધ્યુ

મુંબઈ| ભાષા|

લાંબા સમય માટે શેરોમાં પૈસા લગાવનારા વિદેશી સંસ્થાગત રોકાણકારોએ છેલ્લા બે મહિનામાં ઘરેલુ બજારમાં પોતાનુ વધાર્યુ છે. તેમાંથી મોટાભાગના એફઆઈઆઈ ઓસ્ટ્રેલિયા અને ચીન જેવા નવા બજારોના છે. સંસ્થાગત બ્રોકિંગ ફર્મના અધિકારીઓએ આ માહિતી આપી છે. લાંબા સમયના નજરથી બજારમાં રોકાણ કરનારા એફઆઈઆઈ શેરોને ખરીદ્યા પછી તેમણે લાંબા સમય સુધી વેચતા નથી. તેઓ ઉઘારની રકમથી શેરોમાં પૈસા નથી લગાવતા.

બ્રોકરેજ ફર્મોના અધિકારીઓએ જણાવ્યુ કે 2009માં અત્યાર સુધી એફઆઈઆઈએ 6 અરબ ડોલરથી વધુનુ રોકાણ કર્યુ છે, જેમાંથી લગભગ એક તૃતીયાંશ રોકાણ એવા રોકાણકારો તરફથી આવ્યુ છે, જે ભારતીય બજારમાં પહેલીવાર ઉતરી રહ્યા છે.


આ પણ વાંચો :