સોમવાર, 6 ફેબ્રુઆરી 2023
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified ગુરુવાર, 7 માર્ચ 2013 (17:35 IST)

ભારતીય શેર બજારમાં સતત ત્રીજા દિવસે તેજી

:
P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે સતત ત્રીજા દિવસે તેજી સાથે કારોબાર જોવા મળ્યો. સેન્સેક્સ 161 પોઇન્ટ વધીને 19,413 અને નિફ્ટી 45 પોઇન્ટ વધીને 5,863નાં લેવલે બંધ આવ્યા. મિડેકપ અને સ્મૉલકેપમાં પણ 1 ટકા સુધીની તેજી નોંધાઇ.

માર્કેટમાં આજે રિયલ્ટી, આઇટી, કેપિટલ ગુડ્ઝ, બેંક, ઑટો, ફાર્મા, એફએમસીજી અને પાવર સ્ટોકમાં શાનદાર તેજી જોવા મળી. જ્યારે કંઝ્યૂમર ડ્યૂરેબલ્સ, મેટલ અને સરકારી કંપનીઓનાં સ્ટોકમાં વેચવાલી હતી.

હેવીવેઇટ સ્ટોકમાં હીરો મોટોકોર્પ, ડીએલએફસ, એશિનય પેઇન્ટ્સ, આઇટીસી, એચસીએલ ટેક, જેપી એસો., બીપીસીએલ, વિપ્રો, એચડીએફસી બેંક, સેસા ગોવા, ટીસીએસ, ભેલ, સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એચડીએફસી, ઇન્ફોસિસ, મારુતિ સુઝુકી, સિપ્લા, એસીસી, બજાજ ઑટો અને આઇસીઆઇસીઆઇ બેંકનાં સ્ટોકમાં 1 થી 4.5 ટકા સુધીની તેજી જોવા મળી.

જ્યારે એચયૂએલ, કોલ ઇન્ડિયા, જિંદાલ સ્ટીલ, ટાટા મોટર્સ, હિંદાલ્કો, કેઇર્ન ઇન્ડિયા, અલ્ટ્રાટેક સિમેન્ટ, બેંક ઑફ બરોડા, ગેઇલ ઇન્ડિયા, ટાટા સ્ટીલ, ગ્રાસિમ, રેનબેક્ષી, રિલાયન્સ ઇન્ફ્રા. અને લ્યૂપિનનાં સ્ટોકમાં 2 ટકા સુધીનો ઘટાડો હતો.