બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|

આઈપીઓ કૌભાડ : સાત કંપનીઓ પર પ્રતિબંધ મુકાતા શેર ધરાશાયી

.
P.R
બજારની નિયંત્રક સેબીએ તાજેતરમાં જ આઇપીઓ લાવનાર 7 કંપનીઓના પ્રમોટરો દ્વારા મૂડી ઊભી કરવા સામે રોક લગાવવામાં આવી છે. સેબીએ આઇપીઓ લીડ મેનેજર એલમંડ કેપિટલ અને પીએનબી ઇન્વેસ્ટમેન્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો છે. આજે બજારમાં આ સાતેય કંપનીઓના શેરો ભારે વેચવાલીને લીધે ધરાશાયી થઈ ગયા છે.

જે કંપનીઓ ઉપર તવાઈ આવી છે તેમાં પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, બ્રુક્સ લેબ, તક્ષશીલ સોલ્યૂશન્સ, આરડીબી રસાયન, વન લાઇફ કેપિટલ, ભારતીય ગ્લોબલ અને તિજારિયા પોલિપાઇપ્સનો સમાવેશ થાય છે. સેબીના આદેશ અનુસાર આ સાતેય આઇપીઓ દ્વારા ઊભા કરાયેલા નાણાને એસ્ક્રો એકાઉન્ટમાં મૂકવામાં આવશે. સેબીએ કુલ 89 લોકો અને કંપનીઓ ઉપર શેરબજારમાં સોદા કરવા સામે પ્રતિબંધ મૂક્યો છે. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ તથા તેના ડિરેક્ટર શેરબજારમાં કોઈ પણ પ્રકારે કામકાજ કરી શકશે નહીં. સાથેસાથે સેબીએ પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ પાસેથી રૂ. 32 કરોડના ઇંટર કોર્પોરેટ ડિપોઝિટ્સ (આઇસીડી) પરત લેવાનો પણ આદેશ આપ્યો છે.