બુધવાર, 4 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 22 ડિસેમ્બર 2011 (11:19 IST)

એશિયન માર્કેટ પાછળ શેર બજાર ડાઉન

એશિયન માર્કેટ્સમાંથી મળતા નબળા સંકેતો પાછળ સ્થાનિક બજારોમાં આજે ખૂલતામાં ગગડ્યાં હતા. સેન્સેક્સ 138 પોઇન્ટ અને નિફ્ટી 56 પોઇન્ટના નીચા ગેપમાં ખૂલ્યાં હતા.

આ લખાય છે ત્યારે સેન્સેક્સ 128 પોઇન્ટની નરમાઈમાં 15557 અને નિફ્ટી 33 આંકના ઘટાડામાં 4660 મુકાતા હતા.

આઇટી, ટેક્નોલોજી, મેટલ અને કેપિટલ ગુડ્સમાં વેચવાલીનું સ્પષ્ટ દબાણ વર્તાતું હતું. અમેરિકાની આઇટી કંપની ઓરેકલે બજારની અપેક્ષાથી નીચા પરિણામો નોંધાવ્યા બાદ ડાઉ જોન્સ અને એસએન્ડપી 500 ગઈરાતે સામાન્ય વધારા સાથે બંધ રહ્યાં હતા. આઇટી અને ટેક્નીકલ શેરોમાં માનસ વધુ ખરડાયું હતું. ભારતીય આઇટી-ટેક્નો. કંપનીઓ માટે અમેરિકા સૌથી મોટું બજાર છે.

જો કે, એફએમસીજી અને હેલ્થકૅર શેરોમાં થોડી મજબૂતી જોવા મળી છે. એશિયાના બજારોમાં અત્યારે આગળનો ઘટાડો સંધાતો હોય અને બજાર ધીમેધીમે ઉપર આવી રહેલા જણાય છે.

હેવીવેઇટ પૈકી કોલ ઇન્ડિયા, ઇન્ફી, વિપ્રો, હિંદાલ્કો ઇન્ડ., લાર્સન, ભારતી એરટેલ, આઇસીઆઇસીઆઇ બેંક, જિંદાલ સ્ટીલ, ટીસીએસ, તાતા સ્ટીલ, મહિંદ્રા એન્ડ મહિંદ્રા, જેપી એસો., સ્ટરલાઇટ ઇન્ડ. અને રિલાયન્સ ઇન્ડ. 2.6 ટકાથી 72 બેઝીસ પોઇન્ટ પર્સન્ટ નીચામાં જોવાયા હતા.

આ લખાય છે ત્યારે નિક્કી 225, સ્ટ્રેઇટ્સ ટાઇમ્સ અને હેંગ સેંગ 27 બેઝીસ પોઇન્ટથી લઈ 62 બેઝીસ પોઇન્ટ પર્સન્ટની નરમાઈમાં મુકાતા હતા.