ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: મંગળવાર, 5 માર્ચ 2013 (17:51 IST)

ભારતીય સ્ટોક માર્કેટમાં આજે તેજી

P.R
ભારતીય સ્ટોક માર્કેટમાં આજે સવારથી જ તેજી સાથે કારોબાર જોવા મળ્યો. બજેટ બાદ નબળા પડેલા માર્કેટમાં આજે જોશ જોવા મળ્યો. સેન્સેક્સ 265 પોઇન્ટ વધીને 19,143 અને નિફ્ટી 86 પોઇન્ટ વધીને 5784નાં લેવલે બંધ આવ્યા. નિફ્ટી મિડકેપમાં 2 ટકા જ્યારે બીએસઇ સ્મૉલકેપમાં 1 ટકાથી વધુની તેજી નોંધાઇ.

માર્કેટમાં આજે રિયલ્ટી સ્ટોકમાં 3 ટકાથી વધુની તેજી જોવા મળી. જ્યારે મેટલ, બેંક, ઑટો, ઑઇલ એન્ડ ગેસ, આઇટી, કેપિટલ ગુડ્ઝ, ટેકનોલોજી અને હેલ્થકેર સ્ટોકમાં મજબૂતાઇ હતી.

નિફ્ટી સ્ટોકમાં સેસા ગોવા, હિંદાલ્કો, એચસીએલ ટેક, અંબુજા સિમેન્ટસ્, ટાટા મોટર્સ, જેપી એસો., વિપ્રો, એસીસી, ગ્રાસિમ, આઇસીઆઇસીઆઇ બેંક અને અલ્ટ્રાટેક સિમેન્ટનાં સ્ટોકમાં 3 થી 5 ટકાની તેજી નોંધાઇ. ઑફર ફોર સેલ અંગે 6 માર્ચે બેઠક યોજવાનાં અહેવાલથી ડીએલએફનાં સ્ટોકમાં 3.5 ટકાની તેજી હતી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, કેઇર્ન ઇન્ડિયાનાં સ્ટોકમાં 2 ટકા સુધીની મજબૂતાઇ હતી.

આ ઉપરાંત જીએમઆર ઇન્ફ્રા., એલેમ્બિક ફાર્મા, ગોદરેજ પ્રોપર્ટીઝ, વીડિયોકૉન, પોલારિસ ટેક, નાલ્કો, જેટ એરવેઝનાં સ્ટોકમાં પણ ખરિદારી નોંધાઇ.