ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: સોમવાર, 19 ડિસેમ્બર 2011 (16:35 IST)

યૂરોપીય બેંકોનુ રેટિંગ ઘટવાના ભયથી શેર બજાર ગબડ્યુ

ફિચે યુરોઝોનનાં 6 દેશોને શોર્ટ-ટર્મ માટે ડાઉન ગ્રેડ કર્યું... એસએન્ડપીએ પોર્ટુગલની છ બેંકોનું રેટિંગ ઘટાડીને ‘જંક’ કર્યું છે. મૂડીઝે બેલ્જિયમનું ક્રેડિટ રેટિંગ ‘એએ1’થી ડાઉનગ્રેડ કરીને ‘એએ3’ કર્યું

યુરોપિયન યુનિયનનાં મેમ્બર દેશોનું રેટિંગ વધુ ડાઉનગ્રેડ થવાની સંભાવનાને કારણે એશિયા સહિતના શેરોમાં આજે મંદીનો પવન હતો. નિફ્ટીએ ખુલતાની સાથે જ 4600 આંકની સપાટી ગુમાવી દીધી હતી.

ફિચે યુરોઝોનનાં 6 દેશોને શોર્ટ-ટર્મ માટે ડાઉન ગ્રેડ કર્યું છે જ્યારે એસએન્ડપીએ પોર્ટુગલની છ બેંકોનું રેટિંગ ઘટાડીને ‘જંક’ કર્યું છે. મૂડીઝે બેલ્જિયમનું ક્રેડિટ રેટિંગ ‘એએ1’થી ડાઉનગ્રેડ કરીને ‘એએ3’ કર્યું છે.

આ લખાય છે ત્યારે સેન્સેક્સ 1.7 ટકા નીચે 15225 અને નિફ્ટી 1.8 ટકાની મંદીમાં 4567 નોંધાયો હતો.