શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. શેર સૂચકાંક
Written By વેબ દુનિયા|
Last Modified: મુંબઇ , સોમવાર, 30 માર્ચ 2009 (12:28 IST)

શેર બજારમાં કડાકો

સેંસેક્સ 250 પોઇન્ટ તૂટ્યો

શેરબજારમાં આજે સવારે જોરદાર મંદી જોવા મળી હતી. છેલ્લા સમાચાર મળ્યા ત્યારે સસેકસ 250 પોઇન્ટ ઘટીને 9799ની સપાટીએ હતો. સેંસેકસે ફરી એકવાર 10 હજારની સપાટી ગુમાવી દીધી હતી.

આજે દિવસ દરમિયાન મંદીનો માહોલ રહેવાની સંભાવના દેખાઇ રહી છે. મુંબઇ સ્ટોક એકચેન્જના સેંસેકસમાં ઘટાડા માટે કેટલાક પરિબળો જવાબદાર રહ્યા હતા. શુક્રવારે બજારમાં રહેલી સ્થિતિની અસર પણ જોવા મળી હતી. ડાઊજોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 148 પોઇન્ટ ઘટીને 7776ની સપાટીએ રહ્યો હતો. જયારે સ્ટાન્ડર્ડ એન્ડ પુવર્સનો 500 ઇન્ડેક્ષ 17 પોઇન્ટ ઘટ્યો હતો.

આજે સવારે એશિયન શેરોમાં નીચી સપાટી જોવા મળી હતી. કોમોડિટીની કિંમતો ઘટી હતી. તેલની કિંમત નબળા શેરબજારના પરિણામે બે ડોલર સુધી ઘટી છે.

આજે સવારે તમામ સેકટરલ ઇન્ડેક્ષમાં નકારાત્મક સ્થિતિ રહી હતી. એકમાત્ર હેલ્થકેરના શેરમાં સ્થિતિ સાનુકૂળ જોવા મળી હતી. બેંક અને ટેકનોલોજીના શેરમાં સૌથી વધુ નુકસાન નાધાયું હતું.