કેમ શ્રાદ્ધપક્ષમાં શુભ અને માંગલિક કાર્ય ન કરવા જોઈએ
શ્રાદ્ધપક્ષનો સંબંધ મૃત્યુ સાથે છે. આ જ કારણે આ અશુભ કાળ માનવામાં આવે છે. જે રીતે પોતાના પરિજનના મૃત્યુ પછી આપને શોકાતુલ અવધિમાં રહીએ છીએ અને આપણા અન્ય શુભ, નિયમિત મંગલ વ્યવસાયિક કાર્યોને વિરામ આપી દઈએ છીએ એ જ ભાવ પિતૃપક્ષ સાથે જોડાયેલો છે.
આ સમયમાં આપણે પિતરો સાથે અને પિતર આપણી સાથે જોડાયેલા રહે છે. તેથી અન્ય શુભ માંગલિક શુભારંભ જેવા કાર્યોને વંચિત મુકીને આપણે પિતરો પ્રત્યે પુર્ણ સન્માન અને એકાગ્રતા બનાવી રાખીએ છીએ.
શ્રાદ્ધમાં કાગડા-કૂતરા અને ગાયનું મહત્વ ...
શ્રાદ્ધમાં કાગડા-કૂતરા અને ગાયનું મહત્વ
- શ્રાદ્ધ પક્ષમાં પિતર, બ્રાહ્મણ અને પરિજનોના ઉપરાંત પિતરોના નિમિત્ત ગાય, શ્વાન અને કાગડા માટે ગ્રાસ કાઢવાની પરંપરા છે.
- ગાયમાં દેવતાઓનો વાસ માનવામાં આવે છે. તેથી ગાયનુ મહત્વ છે.
- શ્વાન અને કાગડા પિતરોના વાહક છે. પિતૃપક્ષ અશુભ હોવાથી અવવિષ્ટ ખાનારાને ગ્રાસ આપવાનું વિધાન છે.
- બંનેમાંથી એક ભૂમિચર છે. બીજો આકાશચર. ચર મતલબ ચાલનારો બંને ગૃહસ્થોના નિકટ અને બધા સ્થાન પર જોવા મળનારા છે.
- શ્વાન નિકટ રહીને સુરક્ષા પ્રદાન કરનારો છે અને નિષ્ઠાવાન માનવામાં આવે છે તેથી પિતૃનુ પ્રતિક છે.
- કાગડા ગૃહસ્થ અને પિતૃની વચ્ચે શ્રાદ્ધમાં આપવામાં આવેલ પિંડ અને જળના વાહક માનવામાં આવે છે.
શ્રાદ્ધ ગણના કેલેંડર
શ્રાદ્ધ પક્ષ ભાદ્ર શુક્લ પૂર્ણિમાથી શરૂ થઈને કૃષ્ણ અમાસ સુધી હોય છે. આ સમયમાં 16 તિથિયો હોય છે અને આ તિથિયોમાં દરેકનુ મૃત્યુ થાય છે.
સૌભાગ્યવતી સ્ત્રીનુ મૃત્યુ પર નિયમ છે કે તેનુ શ્રાદ્ધ નવમી તિથિના રોજ કરવુ જોઈએ. કારણ કે આ તિથિના રોજ શ્રાદ્ધપક્ષમાં અવિધવા નવમી માનવામાં આવે છે. નવની સંખ્યા ભારતીય દર્શનમાં શુભ માનવામાં આવે છે. સંન્યાસીઓ માટે શ્રાદ્ધની તિથિ દ્વાદશી માનવામાં આવે છે.
શાસ્ત્ર દ્વારા માર્યા ગયેલા લોકો માટેની તિથિ ચતુર્દશી માનવામાં આવી છે. વિધાન એ પણ છે કે જો કોઈના મૃત્યુની માહિતી ન હોય કે પિતરોની ઠીક વ્યવસ્થિત માહિતી ન હોય તો સર્વપિતૃ અમાવસ્યાના રોજ શ્રાદ્ધ કરવામાં આવે.