મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By

Pitru paksha પિતૃપક્ષ 2022 - આજથી પિતરોનુ તર્પણ, જાણો શ્રાદ્ધ વિશે 15 માહિતી

shradh
શ્રાદ્ધની તિથિઓમાં લોકો પોતાના પિતરોની તેમની મૃત્યુ તિથિ પર શ્રાદ્ધ કર્મ કરે છે અને તેમને જળ આપે છે. શાસ્ત્રો મુજબ પિતરોનુ ઋણ શ્રાદ્ધ દ્વારા જ ચુકવી શકાય છે.
પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવાથી પિતૃગણ પ્રસન્ન રહે છે. શ્રાદ્ધમાં પિતરોને આશા રહે છે કે આપણા પુત્ર પૌત્રાદિ પિંડ્દાન અને તિલાંજલિ પ્રદાન કરશે. આ આશામાં તેઓ આ તિથિઓમાં પિતૃલોકથી પૃથ્વીલોક પર આવે છે. હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં પિતૃપક્ષમાં શ્રાદ્ધ જરૂર કરવા માટે કહેવામાં આવે છે. આજે અમે તમને બતાવી રહ્યા છે શ્રાદ્ધ સાથે જોડાયેલ કેટલીક જરૂરી માહિતી
 
1. પિતાનુ શ્રાદ્ધ પુત્ર દ્વારા જ થવુ જોઈએ. પુત્ર નહી તો પત્ની, જો પત્ની પણ ન હોય તો સગો ભાઈ શ્રાદ્ધ કરી શકે છે. એકથી વધુ પુત્ર હોય તો સૌથી મોતો પુત્ર શ્રાદ્ધ કર્મ કરી શકે છે.
2. બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેમને પુર્ણ સન્માન સાથે વિદા કરીને આવો. માન્યતા છે કે બ્રાહ્મણોની સાથે પિતર પણ જાય છે. બ્રાહ્મણ ભોજ પછી તમારા પરિજનોને ભોજન કરાવો
3. શ્રાદ્ધ તિથિ પહેલા જ બાહ્મણોને ભોજન માટે નિમંત્રણ આપો. ભોજન માટે આવેલ બ્રાહ્મણોને દક્ષિણ દિશામાં બેસાડો.
4. માન્યતા મુજબ પિતરોને દૂધ, દહી, ઘી અને મધ સાથે અનાજથી બનાવેલા પકવાન જેવા કે ખીર વગેરે પસંદ છે. તેથી બ્રાહ્મણોને આવુ જ ભોજન કરાવો
5. ભોજનમાંથી ગાય કુતરા કાગડા દેવતા અને કીડી માટે તેમનો ભાગ અલગથી કાઢી લેવો જોઈએ.
ત્યારબાદ હાથમાં જળ ચોખા ચંદન ફુલ અને તલ લઈને સંકલ્પ કરો
6. કૂતરા અને કાગળાના નિમિત્ત કાઢવામાં આવેલ ભોજન તેમને જ કરાવવો. દેવતા અને કીડીનુ ભોજન ગાયને ખવડાવવા જોઈએ. બ્રાહ્મણોના મસ્તક પર તિલક લગાવીને તેમને કપડા, અનાજ અને દક્ષિણા દાન કરે આશીર્વાદ પ્રાપ્ત કરવુ.
7. શ્રાદ્ધ કર્મમાં ફક્ત ગાયનુ ઘી, દૂધ અને દહીનો ઉપયોગ કરવો જોઈએ.
8. શ્રાદ્ધ કર્મમાં ચાંદીના વાસણોનો ઉપયોગ અને દાન પુણ્યદાયક માનવામાં આવે છે.
9. બ્રાહ્મણને ભોજન મૌન રહીને કરાવવો જોઈએ. શાસ્ત્રો મુજબ પિતૃ ત્યા સુધી જ ભોજન ગ્રહણ કરે છે જ્યા સુધી બ્રાહ્મણ મૌન રહીને ભોજન કરે.
10. જો પિતૃ શાસ્ત્ર વગેરેથી માર્યા ગયા હોય તો તેમનુ શ્રાદ્ધ મુખ્ય તિથિ ઉપરાંત ચતુર્દશીના રોજ પણ કરવુ જોઈએ.
11. શ્રાદ્ધકર્મમાં બ્રાહ્મણ ભોજનુ મહત્વ વધુ હોય છે જે વ્યક્તિ બ્રાહ્મણ વગર શ્રાદ્ધ કર્મ કરે છે તેમના ઘરમાં પિતર ભોજન નથી કરતા.
12. બીજાની જમીન કે બીજાના ઘરમાં શ્રાદ્ધ કર્મ કરવામાં આવતુ નથી. જંગલ પર્વત કે તીર્થ પર શ્રાદ્ધ કર્મ કરી શકાય છે.
13. શ્રાદ્ધ કર્મ માટે શુક્લપક્ષ કરતા કૃષ્ણ પક્ષને શ્રેષ્ઠ માનવામાં આવે છે.
14. શુક્લપક્ષમાં રાત્રે.. તમારા જન્મદિવસ પર અને એક જ દિવસે બે તિથિયોનો યોગ હોય તો આવામાં ક્યારેય શ્રાદ્ધકર્મ ન કરવો જોઈએ.
ધર્મ ગ્રંથો મુજબ સાંજનો
સમય બધા કાર્યો માટે નિંદિત
છે સાંજનો સમયે પણ શ્રાદ્ધ કર્મ ન  કરવો જોઈએ.
15. શ્રાદ્ધમાં આવસ્તુઓ હોવી ખૂબ મહત્વપૂર્ણ છે. ગંગાજળ દૂધ મઘ કુશ અને તલ. કેળાના પાન પર શ્રાદ્ધ ભોજન નથી કરાવવામાં આવતુ.
સોના ચાંદી કાંસા તાંબાના વાસણ ઉત્તમ છે. તેના અભાવ હોય તો પતરાળાનો ઉપયોગ પણ કરી શકાય છે.