શનિવાર, 21 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ / પિતૃ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 18 સપ્ટેમ્બર 2024 (12:34 IST)

Pitru Paksha 2024- પિતૃ પક્ષમાં જે લોકો કરે છે આ 5 કામ તેમના પર દેવી લક્ષ્મી રહે છે પ્રસન્ન

shradh
પિતૃ પક્ષ પ્રારંભ થઈ ચુક્યો છે. અને આ સમયે યમરાજ પૂર્વજોને પોતાના પરિવારને મળવા માટે મુક્ત કરી દે છે.  તેથી તેમનુ શ્રાદ્ધ અને તર્પણ વિધિ કરીને તેમને પ્રસન્ન કરવામાં આવે છે. જેનાથી તેમની આત્માને શાંતિ મળે છે. એવી માન્યતા છે કે જો મરનાર વ્યક્તિનુ શ્રાદ્ધ ન કરવામાં આવે તો તેની આત્માને શાંતિ મળતી નથી. શાસ્ત્રોમાં બતાવ્યુ છે કે પિતૃ પક્ષ દરમિયાન કેટલાક કાર્ય કરવઆથી માતા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે.  આ કાર્ય કરવાથી બગડેલા કામ પણ બની જાય છે અને બગડેલા કામ પણ બની જાય છે. આ ઉપરાંત પિતૃદોષ પણ ખતમ થાય છે. 
 
 
પિતરોનુ શ્રાદ્ધ હંમેશા એ તિથિમાં કરવુ જોઈએ જે તિથિમાં તેઓ પરલોક સિધાવ્યા હતા.  મૃત્યુતિથિ પર બ્રાહ્મણોને ભોજન કરાવો.  અને સઆથે જ જો જમાઈ, નાતી અથવા ભાણેજ સામ્મિલિત  કરવામાં આવે તો અતિ ઉત્તમ માનવામાં આવે છે.  ભોજન પછી તેમને યથાશક્તિ દક્ષિણા આપીને તેમને વિદાય કરીને આશીર્વાદ લેવા જોઈએ.  આવુ કરવાથી પિત્તર પ્રસન્ન થાય છે અને પિતૃદોષ પણ દૂર થાય છે સાથે જ બગડેલા કામ પણ બનવા માંડે છે. 
 
- ઘરમાં વધે છે સુખ-સમૃદ્ધિ 
 
પિતૃ પક્ષમાં દરરોજ પિતરોના નામનુ જળ તર્પણ કરવુ જોઈએ અને જો શક્ય હોય તો રોજ નહિ તો શ્રાદ્ધના દિવસે કાગડો કે કબૂતર માટે ભોજનનો એક ભાગ કાઢીને તેમને માટે ઘરની અગાશી પર મુકી દો. એવુ કહેવાય છે કે શ્રાદ્ધ પક્ષમાં કાગડો આવીને તમારા આપેલા અન્નને સ્પર્શ કરી જઆય તો તે સીધુ પિતરોને જાય છે. આવુ કરવાથી પિતર પ્રસન્ના થાય છે અને તેમની આત્માને શાંતિ મળે છે.  તેનાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ  વધે છે. 
 
- પિતૃ પક્ષમાં કરો પંચ ગ્રાસ દાન 
શ્રાદ્ધના દિવસએ પંચ ગ્રાસનુ દાનનુ વિશેષ મહત્વ છે. પંચ ગ્રાસમાં ગાય, બિલ્લી, કાગડો, કુતરો અને સુમસામ સ્થાન પર ભોજનનો એક ભાગ મુકી દેવો જોઈએ.  અને પાછા વળતી વખતે પાછળ વળીને ન જોવુ જોઈએ. પિતૃ આ ભોજનથી તૃપ્ત થાય છે અને વંશજોને સ્નેહ આશીર્વાદ આપે છે. 
 
-મા લક્ષ્મી થાય છે પ્રસન્ન 
 
પિતૃ પક્ષમાં ઘરે કોઈપણ અતિથિ કે પછી ગરીબ વ્યક્તિને તમારા દરવાજા પર આવે તો આ માટે પણ આદર સહિત ભોજન પાણીની વ્યવસ્થા કરવી જોઈએ અને જતી વખતે ખાલી હાથ ન મોકલો. પિતર કોઈપણ રૂપ લઈને તમારા દરવાજા પર આવી શકે છે.  તેથી દરેક આદરનો કરવો જોઈએ.  આવુ કરવાથી મા લક્ષ્મી પણ તમારા પર મેહરબાન થાય છે અને પોતાનો આશીર્વાદ બનાવી રાખે છે. 
 
- પિતર થાય છે પ્રસન્ન 
 
પિતૃ પક્ષના સમયે પૂર્વજોનુ ધ્યાન કરવુ જોઈએ અને તેમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવો જોઈએ.  આ સમયે પિતર પોતાના પરિજનોને ત્યા આવે છે.  તેથી ઘરમાં પ્રેમ અને સદ્દભાવ કાયમ રાખવો જોઈએ અને સાત્વિક ભોજન કરવુ જોઈએ. પિતૃપક્ષમા બ્રહ્મચર્યનુ પાલન કરવુ જોઈએ.  આવુ કરવાથી પિતર પ્રસન્ન થાય છે અને ખુશ રહેવાનો આશીર્વાદ આપે છે.