ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. શ્રાદ્ધ પક્ષ
Written By
Last Updated : બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (14:30 IST)

આ પકવાન વગર પૂર્ણ નહી થાય શ્રાદ્ધ

પિતૃ પક્ષ મતલબ શ્રાદ્ધ દરમિયાન દરેક વ્યક્તિ પોતાના પૂર્વજોને મોક્ષ અપાવવા માટે તર્પણ અનુષ્ઠાન બ્રાહ્મણ ભોજન વગેરે જુદા જુદા વિધિ વિધાનથી કર્મ કરીને પિતૃને તૃપ્ત કરે છે. આવામાં આપણે મોટાભાગે એવુ સાંભળવા મળે છે કે પૂર્વજોને મોક્ષ માટે બ્રાહ્મણોને સાદુ અને સાત્વિક ભોજન ખવડાવવુ જોઈએ. ગળ્યામાં ખીર-પુરી બનાવવી અનિવાર્ય હોય છે.  આ સ્વાદથી ભર્યુ અને સાત્વિક ભોજન માનવામાં આવે છે. આવો જાણીએ કે બ્રાહ્મણોને ખીર કેમ ખવડાવવામાં આવે છે. 
પંડિતો મુજબ ખીર બધા પકવાનોમાંથી ઉત્તમ છે. ખીર મીઠી હોય છે અને ગળ્યુ ખાધા પછી બ્રાહ્મણ સંતૃષ્ટ થઈ જાય છે. જેનાથી પૂર્વજ પણ ખુશ થાય છે. પૂર્વજોની સાથે સાથે દેવતા પણ ખીરને ખૂબ પસંદ કરે છે. તેથી દેવતાઓને ભોગમાં ખીર ચઢાવવામાં આવે છે. 
 
ખીર બનાવવી ખૂબ જ સહેલી હોય છે. તેને બનાવવા માટે દૂધ અને ચોખા સહેલાઈથી મળી જાય છે. તેથી તેને બનાવવામાં પરેશાની થતી નથી. આ જ કારણ છે કે ખીરનો પ્રસાદ અને ભોગ લગાવવાની પરંપરા સદીઓથી ચાલી આવી છે. 
 
વૈજ્ઞાનિક દ્દ્રષ્ટિકોણથી જોવા જઈએ તો પિતૃ પક્ષ ઋતુ પરિવર્તનના સમયે આવે છે. આ સમયે શિયાળની શરૂઆત થાય છે અને આવામાં દૂધ અને ચોખાથી બનનારા પકવાન આપણે માટે ખૂબ લાભકારી હોય છે.  
 
ખીર ફક્ત ખાવામાં જ નહી પણ તેના દ્વારા હવન, અનુષ્ઠા વગેરે કાર્ય કરવુ પણ શુભ માનવામાં આવે છે. એટલુ જ નહી ખીર ગળી હોવાની સાથે સાથે અનેક વસ્તુઓનુ મિશ્રણ હોય છે  તેથી અનેક સ્થાન પર મંદિરોમાં ભગવાનને ખીરથી સ્નાન કરાવવામાં આવે છે. તેથી જ શ્રાદ્ધમાં ખીર બનાવવી અનિવાય્ર બતાવવામાં આવી છે.