શુક્રવાર, 29 માર્ચ 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : રવિવાર, 19 જુલાઈ 2020 (13:13 IST)

શ્રાવણમાં આ રીતે કરો પારદ શિવલિંગની પૂજા, આરોગ્ય અને સમૃદ્ધિની થશે પ્રાપ્તિ

શ્રાવણમાં જો તમે શિવજીને પ્રસન્ન કરવા માંગો છો તો અન્ય ધાતુના શિવલિંગને બદલે પારદ શિવલિંગની પૂજા અને સ્થાપના સિદ્ધિદાયક હોય છે. એવુ કહેવાય છે કે આ શિવલિંગની પૂજા કરવાથી ભગવાન શિવ બધી ઈચ્છાઓ પૂરી કરે છે. જેનુ વર્ણન ચરક સંહિતા વગેરે મહત્વપૂણ ગ્રંથોમાં પણ મળે છે. પારદ શિવલિંગની પૂજા કરવા માટે પ્રાણ પ્રતિષ્ઠાની જરૂર નથી  આમની પૂજા કરવાથી આરોગ્ય અને ધન-યશની ઈચ્છા પૂર્ણ થાય છે. 
 
શિવ પુરાણમાં પારદને શિવનુ વીર્ય કહેવામાં આવે છે. વીર્ય બીજ છે, જે સંપૂર્ણ જીવોની ઉત્પત્તિનો કારક છે. તેના માધ્યમથી ભૌતિક સુષ્ટિનો વિસ્તાર થાય છે. 
 
- પારદના શિવ સાથે સાક્ષાત સંબંધ હોવાથી તેનુ અલગ જ મહાત્મય છે શ્રાવણમાં આ શિવલિંગની પ પૂજા કરવાથી આ બધા પ્રકારના તંત્ર-મંત્રના ખરાબ પ્રભાવને કાપી નાખે છે. એવી માન્યતા છે. એવુ કહેવાય છેકે જે પણ ભકત શિવલિંગની પૂજા કરે છે.  તેની રક્ષા ખુદ મહાકાળ અને મહાકાળી કરે છે. 
 
- પરિવારમાં રહે છે સુખ-શાંતિ 
 
પારદ શિવલિંગના શ્રાવણ મહિનામાં શ્રદ્ધાપૂર્વક દર્શન માત્રથી પુણ્યકાળની પ્રાપ્તિ થાય છે. સાથે જ પરિવારમાં સુખ શાંતિ બની રહે છે. જીવનમાં ક્યારેય કોઈ વસ્તુની કમી રહેતી નથી કે કોઈ વાતની ચિંતા પણ રહેતી નથી. આ શિવલિંગના સ્પર્શ માત્રથી દૈવીય શક્તિઓ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે. 
 
આ રીતે કરો શ્રાવણમાં પૂજા 
 
શ્રાવણમાં શિવલિંગના સીધા હાથ તરફ દીવો પ્રગટાવી રાખો અને હાથમાં થોડુ જળ અને ફુલ લઈને મહામૃત્યુંજય મંત્રનો ત્રણ વાર જાપ કરો અને ભગવાન શિવને અર્પિત કરી દો. નિત્ય તેની પૂજા અર્ચના કરવાથી લાંબી આયુ અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે. પારદ શિવલિંગનીની પૂજા કરવાથી અન્ય શિવલિંગો કરતા હજારગણુ વધુ ફળ મળે છે. આવુ શિવ પુરાણમાં કહ્યુ છે. 
 
શિવલિંગમાં છે સંપૂર્ણ જ્ઞાન 
 
પારદ શિવલિંગની પૂજા કરવાથી ધન સાથે સંબંધિત , પરિવાર સાથે સંબંધિત, સ્વાસ્થ્ય સાથે સંબંધિત, અને તમારા જીવન સાથે સંબંધિત દરેક મોટામાં મોટી સમસ્યાનો અંત થાય છે. પુરાણોમાં શિવલિંગ વિશે બતાવ્યુ છે કે તેમા સંપૂર્ણ બ્રહ્માંડનુ જ્ઞાન છે.