રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : ગુરુવાર, 21 જુલાઈ 2022 (16:23 IST)

Shravan Mass- 2022 - શ્રાવણ મહિનામાં આ વસ્તુઓ ખરીદવી શુભ હોય છે, માતા લક્ષ્મી અને ભોલેનાથની કૃપાથી પૈસાનો વરસાદ થશે

Shravan month 2022- હિન્દુઓના શ્રાવણ મહીનો શરૂ થઈ ગયો છે પણ ગુજરાતીઓનો શ્રાવણ મહીનો 29 જુલાઈથી શરૂ થશે. 

શ્રાવણ માસ શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ એટલેકે શિવના મહીનાના પ્રથમ દિવસે શિવ પ્રતીક કે શુભ સામગ્રી ઘરે લાવવાથી જુદી-જુદી સમસ્યાઓ, સંકટ અને મુશ્કેલીઓથી મુક્તિ મળે છે.

ચાંદી કે તાંબાનુ ત્રિશૂળ- ઘરના હૉલમાં ચાંદી કે તાંબાનુ ત્રિશૂળની સ્થાપના કરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવ અસર નહી કરે. 
 
રૂદ્રાક્ષ- રૂદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસૂ જ ગણાય છે. તેને ઘરના મુખિયાના રૂમમાં રાખવાથી ઘણા લાભ મળે છે. 
 
ડમરૂ- બાળકના રૂમમાં ડમરૂ રાખવાથી બાળકો પર કોઈ પ્રકારની નેગેટિવ એનર્જીનો પ્રભાવ પડતો નથી અને તેણે દરેક કામમાં સફળતા મળે છે. 
 
ચાંદી કે તાંબાના નંદી- જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનો મહત્વ છે. તે જ રીતે ચાંદી કે તાંબાના નંદી ને કબાટ કે તિજોરીમાં મૂકવા જોઈએ જેમાં પૈસા-જવેલરી રખાય છે. 
 
પાણીથી ભરેલો તાંબાનો લોટો- ઘરના જે ભાગમાં સભ્ય સૌથી વધારે સમય વિતાવતા હોય, ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હમેશા પ્રેમ-વિશ્વાસ બન્યો રહે છે. 
 
સર્પ- ભગવાન શિવના ગળામાં સર્પરાજ હમેશા તેમની પાસે રહે છે. ઘરના મુખ્ય બારણાના આસ-પાસ ચાંદી કે તાંબાના નાગ રાખવાથી કામમાં અવરોધ દૂર થઈ જાય છે. તેથી શ્રાવણ માસના પ્રથમ દિવસે ચાંદીના નાગ-નાગણનુ જોડું ઘરમાં લાવીને રાખવું. દરેક દિવસ પૂજન કરવું અને શ્રાવણના અંતિમ દિવસે તેને કોઈ શિવ મંદિરમાં જઈને મૂકી દો. આ પ્રયોગ તમને પિતૃ દોષ અને કાળ સર્પ યોગમાં રાહત આપે છે. 
 
ચાંદીની ડબ્બીમાં રાખ- કોઈ પણ શિવ મંદિરથી રાખ લઈને તેને ચાંદીની નવી ડબ્બીમાં રાખવી. આખો મહીનો તેને પૂજનમાં શામેલ કરવી અને ત્યારબાદ તિજોરીમાં મૂકી દો. સમૃદ્ધિ માટે આ અચૂક પ્રયોગ છે.  
 
ચાંદીનુ કડું- ભગવાન શિવ પગમાં ચાંદીનુ કડું ધારણ કરે છે. શ્રાવણ માસના પ્રથમ દિવસે આ લાવીને રાખવાથી તીર્થયાત્રા અને વિદેશ યાત્રાના શુભ યોગ બને છે.  
 
ચાંદીનો ચંદ્ર કે મણકો- ભગવાન શિવના માથા પર ચંદ્રમા વિરાજિત છે. તેથી શ્રાવણ મહીનાના પ્રથમ દિવસે ચાંદીના ચંદ્ર દેવ લાવીને પૂજનમાં મૂકવો જો શકય હોય તો સાચો મોતી પણ લાવી શકો છો. મોતી ચંદ્ર ગ્રહની શાંતિ કરે છે. તેને લાવવાથી ચંદ્ર ગ્રહની શાંતિ તો થાય હોય છે સાથે જ મન પણ મજબૂત થાય છે. 
 
ચાંદીનુ બિલ્વ પત્ર- આપણે આખો શ્રાવણ મહીનો શિવને બિલ્વ પત્ર અર્પિત કરીએ છે. પણ ઘણી વાર શુદ્ધ અખંડિત બિલ્વપત્ર મળવું શકય હોતુ નથી.  તેથી ચાંદીનુ પાતળું બિલીપત્ર લાવીને દરરોજ શિવજીને અર્પિત કરવાથી કરોડો પાપોનો નાશ થાય છે અને ઘરમાં શુભ કાર્યોના સંયોગ બને છે.