બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. શ્રાવણ મહિનો
Written By
Last Updated : સોમવાર, 19 ઑગસ્ટ 2019 (06:38 IST)

શિવપુરાણ : ખાસ અનુષ્ઠાન કરવાથી પ્રસન્ન થશે મહાદેવ , દરેક ઈચ્છા થશે પૂરી

ભગવાન શિવને મહાદેવ કહેવાય છે એ દેવતાઓના દેવતા કહેવાય છે. શિવપુરાણમાં રૂદ્રસહિંતા ખંડ મુજબ શિવ એવા દેવ છે જે કેટલાક ખાસ અનુષ્ઠાન કરવાથી ભકત પર જલ્દી પ્રસન્ન થઈ જાય છે. 
 
રૂદ્ર સંહિતા મુજબ લક્ષ્મીની પ્રાપ્તિ માટે માણસે કમળ, બિલ્વપત્ર, શતપત્ર અને શંખ પુષ્પી ભગવાનના લિંગ પર અર્પિત કરવા જોઈએ. જો એક લાખની સંખ્યામાં આ પુષ્પો દ્વારા ભગવાન શિવની  પૂજા સંપન્ન થઈ જાય તો સાત જન્મોના પાપ નષ્ટ થઈ એશ્વર્યની પ્રાપ્તિ થાય છે. 
* પુત્રના અભિલાષીએ એક લાખ ધતૂરાના ફૂળ અર્પિત કરવા જોઈએ
 
* લાલ ઠૂંઠા વાળો ધતૂરો શિવ પૂજન માટે શુભ ગણાય છે. 
 
 

           
                                 
* ચમેલીના ફૂલને શિવલિંગ પર અર્પિત કરવાથી વાહનની પ્રાપ્તિ થાય છે. 

 
* અળસીના ફૂલોથી શિવલિંગ પૂજનથી ભક્ત ભગવાન વિષ્ણુને પ્રિય થઈને લક્ષ્મીની પ્રાપ્તિ કરે છે. 
 

* બેલાના એક લાખ ફૂલ ચઢાવનારને  શુભલક્ષના પત્નીની પ્રાપ્તિ થાય છે. 
* જૂહીના ફૂલથી પૂજા કરતા ઘરમાં ક્યારેય પણ અન્નની કમી નહી થાય   
 

* કરેણના ફૂલોથી પૂજા કરતા માણસને નવા નવ આ વસ્ત્રોની પ્રાપ્ર્તિ થાય છે. 
* હરસિંગાર ના ફૂલોથી શિવની પૂજા કરતા સુખ  સંપતિની વૃદ્ધિ થાય છે. 

* રાઈના એક લાખ ફૂલ શિવ પર અર્પિત કરતા શત્રુઓનો નાશ થાય છે. 







 
* ચંપા અને કેવડાના ફૂલ ભગવાન શંકર પર ભૂલથી પણ ન ચઢાવવા જોઈએ. આથી ભારે અનિષ્ઠાનો સામનો કરવો પડી શકે છે. 

* ફૂલોની જેમ  જ શિવલિંગ પર બીજી વસ્તુઓ ચઢાવવાન જુદા-જુદા પ્રભાવ શિવ પુરાણમાં જણાવ્યા છે . એક લાખ દૂર્વાને શિવ લિંગ પર ચઢાવવાથી  આયુની પ્રાપ્તિ થાય છે. 
* એક લાખ તુલસીપત્ર ચઢાવવાથી ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. 

* રામ નામ લખેલા એક લાખ બિલ્વપત્રને શિવલિંગ પર ચઢાવવાથી માણસની બધી ઈચ્છાઓ પૂરી થાય છે. 
* શતરૂદ્રિય મંત્રથી રૂદ્રીઓના અગિયાર પાઠથી, પુરૂષસુક્તથી છ ઋચ વાળા રૂદ્રસૂક્ત, મહામૃત્યુંજય મંત્રથી ગાયત્રી મંત્રથી કે શિવપંચાક્ષરથી શિવલિંગ પર જળધારા અર્પિત કરવાથી સુખ સંતતિ ની વૃદ્ધિ થાય છે. 
 
 
 

* ખાંડ મિક્સ દૂધની ધારથી શિવનું અભિષેક કરતા બુદ્ધિની જડતા મટે છે અને એ માણસ બૃહસ્પતિના સમાન ઉત્તમ બુદ્ધિવાળા બને છે. જ્યા સુધી  દસ હજાર મંત્રોના જાપ પૂરા ન થઈ જાય જ્યારે સુધી ઘૃત કે દૂધધારને ચાલૂ રાખવી જોઈએ. 
* સુવાસિત તેલની ધારથી અભિષેક કરતા ભોગોની વૃદ્ધિ થાય છે. 

* મધથી શિવલિંગનો અભિષેક કરતા ટીબી રોગ દૂર થાય છે. 
* શેરડીના રસની ધારાથી અભિષેક કરતા સંપૂર્ણ આનંદ અને ગંગાજળની ધારાથી અભિષેક કરતા ભોગ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે.