મંગળવાર, 29 નવેમ્બર 2022
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. શીખ તીર્થ સ્થળ
Written By વેબ દુનિયા|

નાનકદેવજીના જીવન સાથે જોડાયેલ પ્રમુખ ગુરૂદ્વારા

W.D

1. ગુરુદ્વારા કંધ સાહિબ- બટાલા (ગુરૂદાસપુર)

ગુરૂ નાનકનો અહીયા બીબી સુલક્ષણા સાથે 18 વર્ષની ઉંમરમાં સંવત 1544ની 24મી જેઠના દિવસે વિવાહ થયા હતાં. અહીંયા ગુરૂ નાનકની વિવાહ વર્ષગાઠ પર દરેક વર્ષે ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.

2. ગુરુદ્વારા હાટ સાહિબ- સુલ્તાનપુર લોઘી (કપૂરથલા)

ગુરૂનાનકે બહેનોઈ જૈસમના માધ્યમથી સુગુરુદ્વારા લ્તાનપુરના નવાબને ત્યાં પણ શાહી ભંડારાની દેખભાળની નોકરીની શરૂઆત કરી હતી. તેમને અહીંયાના મોદી બનાવી દેવામાં આવ્યાં હતાં. નવાબ યુવા નાનકથી ઘણાં પ્રભાવિત હતાં. અહીંયાથી જ નાનકને 'તેરા' શબ્દના માધ્યમથી પોતાની મંજીલનો આભાસ થયો હતો.

3. ગુરુદ્વારા ગુરૂનો બાગ- સુલ્તાનપુર લોઘી (કપૂરથલા)

આ ગુરૂ નાનકદેવજીનું ઘર હતું જ્યાં તેમના બે દિકરા બાબા શ્રીચંદ અને બાબા લક્ષ્મીદાસનો જન્મ થયો હતો.

4. ગુરૂદ્વારા કોઠી સાહેબ- સુલ્તાનપુર લોઘી (કપૂરથલા)

નવાબ દૌલતખાન લોઘીએ હિસાબ-કિતાબની અંદર ગડબડ કરી હતી અને તેની શંકામાં નાનકદેવજીને જેલમાં મોકલી દેવામાં આવ્યાં હતાં. પરંતુ જ્યારે તેમને પોતાની ભુલની જાણ થઈ ત્યારે તેમણે ફક્ત માફી જ નહિ માંગી પરંતુ પ્રધાનમંત્રી બનાવવાનો પ્રસ્તાવ પણ મુક્યો હતો પરંતુ ગુરૂનાનકે આ પ્રસ્તાવને ઠુકરાવી દિધો હતો.

5. ગુરૂદ્વારા બેર સાહેબ- સુલ્તાનપુર લોઘી (કપૂરથલા)

જ્યારે એક વખત ગુરૂ નાનક પોતાના સખા મર્દાનાની સાથે વૈન નદીના કિનારે બેઠા હતાં તો અચાનક તેમણે નદીની અંદર ડુબકી લગાવી દિધી અને ત્રણ દિવસ સુધી ગુમ રહ્યાં જ્યાં તેમણે ઈસ્વરનો સાક્ષાત્કાર કર્યો. બધા જ માનતા હતાં કે તેઓ ડુબી ગયાં પરંતુ તેઓ જ્યારે પાછા ફર્યા ત્યારે તેમણે કહ્યું કે - એક ઓમકાર સતિનામ. ગુરૂ નાનકે ત્યાં એક બોરનું બીજ વાવ્યું હતું જે આજે ખુબ જ મોટુ વૃક્ષ થઈ ગયું છે.

6. ગુરૂદ્વારા અચલ સાહિબ- ગુરૂદાસપુર

પોતાની યાત્રાઓ દરમિયાન નાનકદેવ અહીંયા રોકાયા અને નાથપંથી યોગીઓના પ્રમુખ યોગી ભાંગર નાથની સાથે તેમનો ધાર્મિક વાદ-વિવાદ અહીંયા થયો હતો. યોગી બધી જ રીતે પરાસ્ત થયા બાદ જાદુઈ પ્રદર્શન કરવા લાગ્યા. નાનકદેવજીએ તેમને સમજાવ્યું કે ઈશ્વર સુધી પ્રેમના માધ્યમથી જ પહોચી શકાય છે.

7. ગુરૂદ્વારા ડેરા બાબા નાનક- ગુરૂદાસપુર

જીવનભર ધાર્મિક યાત્રાઓના માધ્યમથી ઘણાં બધાં લોકોને શીખ ધર્મના અનુયાયી બનાવ્યા બાદ નાનકદેવજીએ રાવી નદીના કિનાર પર આવેલ પોતાના ફાર્મ પર પોતાનો ડેરો જમાવ્યો અને 70 વર્ષની સાધના બાદ ઈ.સ. 1539 માં પરમજ્યોતિની અંદર લીન થઈ ગયાં.