ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શીખ
  4. »
  5. 10 ગુરુ
Written By વેબ દુનિયા|

ગુરૂ અંગદદેવજી

W.D
ગુરૂ અંગદદેવજીનો જન્મ 31 માર્ચ, સન 1504માં મતેદી સંરા જેલ્લા ફીરોજપુરમાં થયો હતો. તેમના પિતાનું નામ ફેરૂમલજી અને પૂજ્ય માતાજીનું નામ દય કૌરજી હતું. તેમના નાનપણનું નામ ભાઈ લહીણા હતું. તેમના વિવાહ સન 1519માં માતા ખીવીજી સાથે થયા. તેમને બે પુત્ર શ્રી દાસુજી અને શ્રી દાતુજી તેમજ બે પુત્રીઓ બીબી અમરો અને બીબી અનોખી થઈ. ભાઈ લહિણાજી પહેલા દેવીના અનન્ય ભક્ત હતાં પરંતુ તેમને શાંતિ પ્રાપ્ત ન થઈ.

એક વખત તેમણે ભાઈ જોઘાજી પાસેથી ગુરૂની વાણી સાંભળી, લહિણાજીને તે ખુબ જ સારી લાગી. તેઓ જ્યારે આગામી મહિને દેવીના દર્શને આવ્યાં ત્યારે ગુરૂ નાનકજીના દર્શન માટે કરતાપુર રોકાઈ ગયાં. તેમણે ગુરૂજીના દર્શન કર્યા અને ઉપદેશ પણ સાંભળ્યો. ઉપદેશ સાંભળતાં જ તેમને લાગ્યું કે મન તૃપ્ત થઈ ગયું અને હૃદયમાં શાંતિ થઈ ગઈ. ત્યાર બાદ તેઓ દેવીના દર્શને ન ગયાં અને હંમેશા ગુરૂના ચરણોમાં સમર્પિત થઈને રહી ગયાં. ગુરૂ અંગદદેવજી અને ગુરૂ નાનકદેવજીએ બેસીને ખંડ્ડુર સાહેબમાં ઘણાં વર્ષો સુધી તપસ્યા કરી હતી. બંને સ્થળોની વચ્ચે સરોવર છે, ખંડ્ડુર સાહેબ અમૃતસરથી 47 કિલોમીટર દૂર છે.

ગુરૂજીએ તેમની ઘણી વખત પરીક્ષા લીધી પરંતુ ભાઈ લહિણા તેમાંથી હંમેશા પાર ઉતર્યા હતાં. એક વખત ભાઈ લહીણાએ સારા નવા કપડાં પહેર્યા હતાં. ગુરૂજીએ તેમને માથા પર કીચડ ભરેલ ટોપલો ઉપાડવા માટે કહ્યું. લહીણાજીએ ગુરૂની આજ્ઞાનું પાલન કર્યું, તેમના કપડાં ગંદા થઈ ગયાં પરંતુ તેમણે પોતાના કપડાઓ તરફ ધ્યાન ન આપ્યું. તેમજ આજ્ઞાનું પાલન કર્યું, ગુરૂજી દર્શાવવા માંગતા હતાં કે કૃષિ કાર્ય કરવામાં વસ્ત્ર ગંદા થઈ શકે છે પરંતુ આ કાર્ય કેશરની ખુશ્બુ જેવું સુંદર અને પવિત્ર છે. પોતાની રોજી કમાવવાનું ગુરૂજીએ પ્રથમ કર્તવ્ય સમજ્યું.

છેલ્લી પરીક્ષા જે ખુબ જ મુશ્કેલી હતી, તે હતી કે ગુરૂજીએ તેમને મડદુ ખાવા માટે કહ્યું હતું જેને માટે લહિણાજી તૈયાર થઈ ગયાં હતાં. હકીકતમાં ગુરૂજીએ તે જોવા માંગતા હતાં કે જેની પર હું ગાદીની જવાબદારી નાંખી રહ્યો છું તે માંસભક્ષીઓથી નરફત તો નથી કરતો ને. એટલે કે નિકૃષ્ઠ થી નિકૃષ્ઠ પ્રાણીથી પણ નફરત નથી કરતો ને. છેલ્લે જ્યારે ભાઈ લહીણાજી આ પરીક્ષામાંથી પસાર થઈ ગયાં ત્યારે તેમજે ગુરૂજીએ ગળે લગાવીને પોતાની ગારી સોંપી દિધી. આ ગાદી તેમને 2જી સપ્ટેમ્બર 1539માં સોંપવામાં આવી હતી.

ગુરૂજીના શબ્દો હતાં :

अब तू मेरे अंग ते भया, तू लहणा में देन दया।

આ વિશે ચાર્લ્સ ગફ લખે છે કે ગુરૂ નાનક દેવજીએ ગુરૂ અંગદદેવજીને ગાદી સોંપીને તે સિદ્ધ કરી દિધું કે શીખ ધર્મ હંમેશા એક વહેતી ધારા છે.

ગુરૂ અંગદદેવજીએ ગુરૂમુખી લિપીને સુધારી, તેમાં વ્યાકરણ અને માત્રાઓને લગાવીને પંજાબી ભાષાને સંપુર્ણ કરી. આ જ કારણ છે કે પંજાબીને ગુરૂમુખી કે ગુરૂના મોઢેથી નીકળેલી ભાષા કહેવામાં આવે છે. જે જગ્યાએ બેસીને ગુરૂજીએ આ કાર્ય કર્યું હતું તેને ગુરૂદ્વાર મલ્લ અખાડા કહે છે, આ પણ ખંડ્ડુર સાહેબમાં છે. આ વિશે એક અન્ય કથા પણ પ્રચલિત છે જ્યારે હુમાયુ શેરશાહ સરીથી હારીને ભાગી રહ્યો હતો ત્યારે તેને ગુરૂનાનકના દરની યાદ આવી અને તે ખંડ્ડુર પહોચી ગયો.

જે વખતે તે આ જગ્યાએ પહોચ્યો હતો ત્યારે ગુરૂજી સંગતની સાથે બેસીને વાતચીત કરી રહ્યાં હતાં આ જોઈને હુમાયુને ખોટુ લાગ્યું કે ગુરૂજીએ એકદમ તેની સામે ન જોયું, તેણે ગુસ્સામાં આવીને તલવાર કાઢી ત્યારે ગુરૂજીએ એકદમ તેની સામે જોયું અને હસી પડ્યાં અને કહ્યું હુમાયુ જે વખતે તલવાર કાઢીને લડવાની જરૂરત હતી તે વખતે તો તલવાર કાઢી નહી અને હવે તેના વડે તું મને તારી તાકાત બતાવવા માંગે છે, કેમકે હું હથિયાર નથી રાખતો. આ સાંભળીને હુમાયુએ શરમ અનુભવી અને માફી માંગી. અહીંયા ગુરૂજી પોતાના શિષ્યોને કુશ્તીના મુકાબલા કરાવતાં હતાં એટલા માટે આ ગુરૂદ્વારાને મલ્લ અખાડા ગુરૂદ્વારા કહે છે.

ગુરૂ અંગદદેવજીનો ઉપદેશ હતો કે મનુષ્યોએ પોતાની નબળાઈઓ જાણીને તેને દૂર કરવી જોઈએ તો જ આપણું જીવન સુખી થઈ શકે છે. જે મનુષ્ય ગુરૂના ઉપદેશોને ન માનીને પોતાના અનુસાર ચાલે છે, તેમનું જીવન વ્યર્થ જાય છે. સફળતાવાળુ જીવન તેમનું જ છે જેઓ વિકારોથી બચેલા છે. જે મનુષ્ય બધુ જ મેળવીને દાતાને ભુલી જાય છે તેઓ મહામુર્ખ છે. ગુરૂની કૃપાથી નાનામાં નાનો માણસ પણ ઉચ્ચ સ્થાન મેળવી શકે છે. ગુરૂ અંગદદેવજીએ 29 માર્ચ સન 1552માં પોતાની ગાદીને ગુરૂ અમરદાસજીને સોંપી દિધી હતી અને સ્વયં દિવ્ય જ્યોતિમાં લીન થઈ ગયાં હતાં.