લગ્ન પછી પણ ટેનિસ રમીશ : સાનિયા

મેલબર્ન| ભાષા| Last Modified બુધવાર, 20 જાન્યુઆરી 2010 (12:02 IST)

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્જાએ મંગળવારે એ સ્પષ્ટ કર્યું કે, તેના લગ્નના સમાચારોને અર્થ એ નથી કે, તે લગ્નની આગલી સવારે ટેનિસને અલવિદા કહી દેશે.

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ટૂર્નામેંટમાં પોતાની સંભાવનાઓ ખત્મ થયાં બાદ સાનિયાએ એક વતમાન પત્રને જણાવ્યું કે, ભારતીય મીડિયા એવો વ્યવહાર કરી રહ્યું છે જેમ કે હું લગ્નના બીજા દિવસે જ રેકેટને ફેંકી દઈશ પરંતુ વાસ્તવિકતા એવી નથી.

તેણે પોતાના પિતા અને થનારા પતિ બન્નેના વકતવ્યોની યાદ અપાવતા કહ્યું કે, તેઓ તેના ટેનિસ જીવનને આગળ વધારવામાં સહયોગ કરશે.


આ પણ વાંચો :