શુક્રવાર, 30 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 30 જાન્યુઆરી 2026 (11:50 IST)

IOA ની અધ્યક્ષ પીટી ઉષા ના પતિ શ્રીનિવાસનનુ નિધન, PM મોદીએ ફોન પર વાત કરીને આપ્યુ આશ્વાસન

PT Usha husband death
PT Usha Husband Demise: ભારતીય ઓલંપિક સંઘની અધ્યક્ષ અને રાજ્યસભા સદસ્ય PT ઉષાના પતિ શ્રી નિવાસનનુ નિધન થઈ ગયુ છે. તેમને શુક્રવારે વહેલી સવારે અંતિમ શ્વાસ લીધા. પારિવારિક સૂત્રોએ આ વાતની માહિતી આપી છે. સમાચાર મળતા જ PM મોદીએ પીટી ઉષા સાથે વાત કરી અને દુખની આ ક્ષણે તેમણે આશ્વાસન આપ્યુ. આ મુશ્કેલ સમયમાં પરિવારને સાંત્વના આપી.  
 

અચાનક બગડી શ્રીનિવાસનની તબિયત 
 

ઉલ્લેખનીય્ છે કે  PT ઉષાના પતિ વી શ્રીનિવાસન 67 વર્ષના હતા. સૂત્રોના મુજબ શ્રીનિવાસન શુક્રવારે વહેલી સવારે પોતના રહેઠાણ પર બેહોશ થઈ ગયા હતા. ત્યારબાદ ઉતાવળમાં તેમને નિકટની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.  પણ તેમનો જીવ બચાવી શકાયો નથી. તેમના આમ અચાનક જવાથી પરિવારમાં શોક છવાય ગયો છે.  
 

પીટી ઉષાને હંમેશા મળ્યો પતિનો સાથ 
 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના પૂર્વ કર્મચારી વી શ્રીનિવાસને પોતાની પત્ની પીટી ઉષાના શાનદાર રમત અને રાજનૈતિક કરિયર દરમિયાન કાયમ તેમનો સાથ આપ્યો.  તેમણે પીટી ઉષા અને તેમની ઘણી વ્યાવસાયિક સિદ્ધિઓ પાછળનો પ્રેરક બળનો મજબૂત ટેકો માનવામાં આવતો હતો. શ્રીનિવાસન અને પીટી ઉષાને ઉજ્જવલ નામનો એક પુત્ર પણ છે.

 

1991 માં થયા હતા ઉષા-શ્રીનિવાસનના લગ્ન 
 

વી શ્રીનિવાસન કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ એટલે કે  CISF ના રિટાયર ઉપ પોલીસ અધીક્ષક હતા. તેમણે 1991 માં પીટી ઉષા સાથે લગ્ન કર્યા હતા. એ બંનેના લગ્નને 35 વર્ષ થઈ ચુક્યા હતા. જેવા જ આ સમાચાર સોશિયલ મીડિયા પર ફેલાયા લોકો પીટી ઉષાના પતિ શ્રીનિવાસનની આત્માની શાંતિ અને પરિવારને દુખ સહન કરવાની ક્ષમતા આપવાની પ્રાર્થના કરવા લાગ્યા.   
 
ઉલ્લેખનીય છે કે પીટી ઉષા ડિસેમ્બર 2022 માં ભારતીય ઓલંપિક સંઘના અધ્યક્ષ બન્યા હતા. આ પહેલા જુલાઈ 2022 માં તેઓ રાજ્યસભાની સભ્ય તરીકે નોમિનેટ થયા હતા.