1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By ભાષા|
Last Modified: નવી દિલ્હી , સોમવાર, 24 માર્ચ 2008 (17:39 IST)

એટીપી એંકિંગમાં સાનિયા મિર્ઝા 31માં ક્રમે

NDN.D

નવી દિલ્હી. ભારતની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ગયા અઠવાડિયે પેસિફિક લાઈફ ઓપન ટુર્નામેન્ટમાં બતાવેલ નોંધપાત્ર દેખાવની મદદથી પોતાના સીંગલ એટીપી રેંકિંગમાં સુધારો નોંધાવ્યો છે. આજે જાહેર થયેલ એટીપી રેંકિંગમાં સાનિયા 31માં ક્રમે પહોંચી છે. ઉપરોક્ત ટુર્નામેન્ટમાં સાનિયા ચોથા રાઉન્ડ સુધી પહોંચી હતી.

પેસિફિક લાઈફ ઓપન ટુર્નામેન્ટના ચોથા રાઉન્ડમાં ડેનિયેલા હંટૂચોવા સામે હાર મેળવનાર સાનિયા રમત દરમિયાન ઈજાથી પીડાતી હતી. જો કે આમ છતાં એટીપી યાદીમાં તેને 917 રેંકિંગ પોઈન્ટ્સ પ્રાપ્ત થયા છે.

સીંગલ ઉપરાંત ડબલ્સના રેંકિંગમાં પણ સાનિયાનો 3 ક્રમનો સુધારો થયો છે. 1830 પોઈન્ટ્સ સાથે સાનિયા 22માં ક્રમે પહોંચી છે. પેસિફિક ઓપનમાં સાનિયાએ પોતાની અમેરીકી સાથીદાર મટ્ટેક સાથે સેમી ફાઈનલ સુધી લડત આપી હતી.