Last Modified: નવી દિલ્હી , સોમવાર, 17 માર્ચ 2008 (16:23 IST)
સાનિયા પોતાના પ્રદર્શનથી આનંદીત
નવી દિલ્હી. વિવાદોમાં ઘેરાયેલી હોવા છતાંય રમત ઉપર પુરેપુરુ ધ્યાન આપી રેહલી સાનિયા મિર્ઝા પોતાના હાલના પ્રદર્શનથી ખુબ જ ખુશ છે. તેણે પેસેફિક ઓપનમાં કેલીફોર્નીયામાં ચાલી રહેલી ઈન્ડીયન વેલ્સ ટેનિસ પ્રતિયોગીતામાં સહર પીરને 6-7, 7-5, 6-3થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સાનિયાએ કહ્યુ હતુ કે, તે જેવી રીતે ટેનિસાના ઉચ્ચ દરજ્જાના ખેલાડીઓને હરાવી રહી છે તે સારી બાબત છે.