1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By વાર્તા|
Last Modified: સિંગાપુર , બુધવાર, 19 માર્ચ 2008 (11:29 IST)

સિંગાપુરે ઓલમ્પિક બહિષ્કારનો વિરોધ કર્યો

સિંગાપુર. સિંગાપુરે ઓગસ્ટ મહિનામાં પેઈચિંગમાં આયોજીત થનારી ઓલમ્પિક રમતોનાં બહોષ્કારનો વિરોધ કરતાં કહ્યું હતું કે, તિબેટ હિંસાથી રમતોને અલગ રાખતા તેમાં રાજકારણ ભેળવવું ન જોઇએ.

સમાજ વિકાસ, યુવાન અને રમત મંત્રી ડો. વિવિયન બાલાકૃષ્ણને કહ્યું હતું કે, સિંગાપુર ઓલમ્પિક રમતોની પ્રતિષ્ઠા અને સંમાનમાં વિશ્વાસ રાખે છે. વિશ્વનાં એથલિટોને ઓલમ્પિક રમત એક સોનેરી તક પૂરી પાડશે.

તેમણે કહ્યું હતું કે, રમતોને કારણે સમગ્ર વિશ્વનાં ખેલાડીઓને એકબીજાથી રૂબરૂ થવાનો મોકો મળશે. જ્યાં તેઓ સ્થાયી અને મધુર સંબંધોનો પાયો નાખશે.