શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. રમત સમાચાર
Written By દેવાંગ મેવાડા|
Last Modified: ચંદીગઢ , ગુરુવાર, 24 એપ્રિલ 2008 (19:41 IST)

હોકીના ઓલમ્પિક ખેલાડી બાવાનુ નિધન

ચંદીગઢ. હોકીના ઓલમ્પિયન ખેલાડી તરલોચન બાવાનુ આજે હરિયાણાના અંબાલા શહેરમાં સ્થિત તેમની પુત્રીના મકાનમાં દુઃખદ અવસાન થયુ હતુ. તેમના પરિવારમાં બે પુત્રીઓ તથા એક પુત્રનો સમાવેશ થાય છે.

ઉલ્લેખનીય છે કે, 1948માં લંડન ઓલમ્પિકમાં સુર્વણ પદક મેળવનારી હોકી ટીમમાં બાવા પણ શામેલ હતા. તેમનો જન્મ 12મી ફેબ્રુઆરી 1923ના રોજ થયો હતો. બાદમાં તેઓ પંજાબ પોલીસમાં જોડાયા હતા અને 1981માં તેઓ નિવૃત્ત થયા હતા. તેમણે વર્ષ 1945થી 1956 દરમિયાન રાષ્ટ્રીય રમતોમાં પંજાબનુ પ્રતિનીધીત્વ કર્યુ હતુ.