શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ
Written By સમય તામ્રકર|

રાજેન્દ્રનાથ : મિસ્ટર પોપટલાલ

IFM
લોકપ્રિય હાસ્ય અભિનેતા રાજેન્દ્ર નાથનું 76 વર્ષની વયે 13 ફેબ્રુઆરી 2008 મૃત્યુ થઈ ગયુ. રાજેન્દ્ર નાથ તે સમયના કલાકાર હતા, જ્યારે ફિલ્મોમાં હીરોની સાથે એક હાસ્ય અભિનેતા અનિવાર્ય રહેતા હતા.

કેટલાય પ્રસિધ્ધ નાયકોની હાસ્ય કલાકારોની સાથે જોડી હતી. જે રીતે ગુરૂદત્તની ફિલ્મોમાં જોની વોકર જોવા મળતા હતા. તેવી જ રીતે શમ્મી કપૂરની જોડી રાજેન્દ્રનાથ સાથે હતી.

સંઘર્ષના માર્ગે રાજેન્દ્ર નાથ.

રાજેન્દ્ર નાથની બહેન કૃષ્ણાનુ લગ્ન રાજ કપૂર સાથે થયુ. રાજેન્દ્ર નાથના મોટાભાઈ પ્રેમનાથને પૃથ્વીરાજ કપૂરે મુંબઈ બોલાવી લીધા હતા. મોટાભાઈને અભિનેતા બનતો જોઈ રાજેન્દ્ર નાથ પણ 1949માં મુંબઈ આવી પહોંચ્યા.

બંને ભાઈ એક રૂમમાં સાથે રહેતા હતા. મુંબઈ પહોંચીને રાજેન્દ્ર નાથે સ્ટ્રલગરના રૂપમાં પોતાની યાત્રા શરૂ કરી અને ઘણી વખત તેમને આર્થિક પરેશાનિઓનો સામનો કરવો પડ્યો. આય.એસ.જોહરે રાજેન્દ્ર નાથને 'હમ સબ ચોર હૈ'ના દ્વારા પહેલો બ્રેક આપ્યો. ફિલ્મને સારી સફળતા મળી અને તેમની ઓળખાબ બની.

નાસિર હુસૈન દ્વારા નિર્દેશિત 'દિલ દેકે દેખો' રાજેન્દ્ર નાથની પહેલી મોટી સફળતા હતી. આ ફિલ્મની સફળતા પછી રાજેન્દ્ર નાથનો સંઘર્ષનો રસ્તો સરળ બનતો ગયો.

મિસ્ટર પોપટલાલ

દેવ આનંદ અને આશા પારેખની ફિલ્મ 'જબ પ્યાર કિસી સે હોતા હૈ' માં રાજેન્દ્ર નાથને પોપટલાલનુ પાત્ર ભજવવા મળ્યુ. આ પોપટલાલના પાત્રના રૂપમાં તેમને અપાર લોકપ્રિયતા મળી અને તેઓ દર્શકોની વચ્ચે આ જ નામથી લોકપ્રિય થઈ ગયા.

IFM
આંખો પર મોટો અને જાડો ચશ્મો. માથા પર ટોપી. મોજા અને મોટી મોટી ચપ્પલોમાં રાજેન્દ્ર નાથ ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા. તેમનો આ ગેટ અપ ઘણો લોકપ્રિય થયો.

તેમનુ પાત્ર મોટાભાગે મૂર્ખ માણસનુ જોવા મળતુ હતુ. તેઓ એક એવા મૂર્ખ વ્યક્તિ બનતા જે ઉલટી સીધી હરકતો કર્યા કરતા હતા, પણ તેમની આ હરકતો દર્શકોને ઘણી ગમતી હતી. તેઓ હંમેશા હીરોને સાથ આપતા અને ખલનાયક સાથે ઝગડો વોરી લેતા હતા. તેઓ આ ઈમેજમાં બંધાઈ ગયા અને મોટાભાગની ફિલ્મોમાં આ પાત્રને વારંવાર રજૂ કરતા જોવા મળ્યા.

ધ પોપટલાલ શો.

પોપટલાલના ચરિત્રને જ્યારે ખૂબ લોકપ્રિયતા મળી તો રાજેન્દ્ર નાથે તેનો ફાયદો ઉઠાવવાનો વિચાર કર્યો. તેમણે 'ધ પોપટલાલ શો' નામનો એક કાર્યક્રમ બનવ્યો અને વિદેશોમાં આ કાર્યક્રમની પ્રસ્તુતિ આપી. જેનાથી તેમને ઘણો આર્થિક લાભ મળ્યો.

શમ્મી કપૂર સાથે દોસ્તી

શમ્મી કપૂર અને રાજેન્દ્ર નાથની મિત્રતા તે સમયથી હતી, જ્યારે બંને સંઘર્ષ કરી રહ્યા હતા. જ્યારે શમ્મીને સફળતા મળી ત્યારે તેમણે નિર્માતાઓને રાજેન્દ્ર નાથ માટે સિફારિશ કરી.. બંને જણે એકસાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ અને તેમની જોડી સફળ થઈ.
મુખ્ય ફિલ્મો

દેલ દેકે દેખો, ફિર વહી દિલ લાયા હુઁ, જબ પ્યાર કિસી સે હોતા હૈ, શરારત, પૂરબ ઔર પશ્ચિમ, મુજે જીને દો, જાનવર, જીવન-મૃત્યુ, બેખુદી, જમાને કો દિખાના હૈ, પ્રેમ રોગ.