1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. કલાકારોની પ્રોફાઇલ

કંગના રાનાવત

કંગના રાનાવત
IFM
કંગના રાનાવતને પડદાં પર જોયા પછી એક એવી નાયિકાની છબિ સામે આવે છે જે ભારતીય તો છે પણ ક્યાંક થોડી વિદેશી નાયિકાની અસર પણ જોવા મળે છે. કંગના ઘણા કારણોસર સમાચારોમાં આવતી રહે છે. જેમાં ફિલ્મો ઓછી અને બીજા સમાચારો વધુ રહે છે. હિમાચલ પ્રદેશની આ યુવા નાયિકાએ પોતાના દમ પર ઓળખાણ બનાવી છે. બોલીવુડમાં ટક્યા પછી તેમણે બોલીવુડને નજીકથી જાણ્યુ છે. તેમના મુજબ પોતાના સ્વભાવ બદલ્યો છે

કંગના હવે મૂડી, ગુસ્સેલ અને પોતાની શરતો પર જીવનારી છોકરી તરીકે ઓળખાય છે. એક સમય હતો જ્યારે કંગના અને વિદ્યા બાલનને એક-બીજા સાથે સ્પર્ધા કરનારી નાયિકા માનવામાં આવતી હતી.પણ આજે સમયે વિદ્યાને ઉંચાઈઓ પર પહોંચાડી દીધી છે. કંગનાને હજુ પોતે સ્થાપિત થવાનુ છે. આ માટે તેણે પોતાના પ્રતિભાનો પરિચય આપવો પડશે અને ખાસ કરીને મોટા બેનરની ફિલ્મો કરવાની છે.

કંગનાનુ માનવુ છે કે તેમની ગણતરી બોલીવુડની સ્થાપિત નાયિકાઓમાં હોય છે અને તે પોતાના તર્કને માટે આ પણ બતાવે છે કે વર્ષ 2007ના અંત સુધી તેમણે ચાર ફિલ્મો કરી છે. કોઈ પણ હીરોઈન માટે આટલી ફિલ્મો કરવી સારુ માનવામાં આવે છે. કંગનાના કહેવા મુજબ તે સતત શૂંટિંગ કરીને થાકી ગઈ હતે, જેથી તેણે હવે ફિલ્મોને પસંદ કરવામાં સતર્કતા રાખવી શરૂ કરી દીધી છે. હાલ તો એ ફક્ત મધુર ભંડારકરની ફિલ્મ 'ફેશન' કરી રહી છે.

હું ગુસ્સાવાળી તો છુ.
IFM

કંગના પોતાને ગુસ્સેલ બતાવે છે કારણકે તેના મુજબ આ દુનિયા ખરાબ લોકોથી ભરેલી છે. લોકો સાથે હદ રાખીને ચાલવુ જ યોગ્ય છે. આ મારી જીંદગી છે અને હુ તેને મારી રીતે જીવવા માંગુ છુ. બસ.. લોકોને મરી આ જ રીત સારી નથી લાગતી, કારણકે તેઓ ઈચ્છે છે કે હું એવુ જ કરુ જેવુ તેઓ ઈચ્છે છે. મેં આવુ ન કર્યુ તો લોકોએ આરોપો મૂકી દીધા કે હું પ્રોફેશનલ નથી.

થોડા દિવસો સુધી મેં બોલીવુડથી દૂર જરૂર રહી હતી કારણકે મારી ફેમિલીને મારી જરૂર હતી. મારી બહેન સાથે એક દુર્ઘટના થઈ ગઈ હતી, તેની પર એસિડ ફેંકવામાં આવ્યુ હતુ. આ ઘટનાએ મારા વિચારો પણ બદલી નાખ્યા છે.

- કંગનાનો જન્મ હિમાચલ પ્રદેશના ભામ્બલામાં થયો હતો, જે મંડી શહેરની પાસે છે.
- શાળાનુ શિક્ષા સિમલામાં પૂર્ણ કર્યુ અને ડોક્ટર બનવા માંગતી હતી.
- કંગનાના પિતા બિઝનેસ કરે છે અને માઁ શાળામાં ટીચર છે. કંગનાની નાની બહેન રંગોલી પર વર્ષ 2006માં હુમલો થયો હતો.
- પહેલા દિલ્લીમાં થિયેટર કર્યુ અને પછી બોલીવુડમાં ભાગ્ય અજમાવ્યુ.
- મહેશ ભટ્ટે પહેલો બ્રેક આપ્યો, ફિલ્મ નિર્દેશક અનુરાગ બસુની નજર કંગના પર એક કોફી શોપમાં પડી અને ત્યારબાદ તેમણે કંગનાને ફિલ્મમાં કામ કરવાની ઓફર કરી.
- કંગનાએ અત્યાર સુધી ગેંગસ્ટર, વો લમ્હે, શાકાલાકા બૂમ બૂમ, લાઈફ ઈન મેટ્રો ફિલ્મો કરી છે. આ સિવાય તમિલ ફિલ્મ ધૂમધામ અને ફેશનનુ શૂટિંગ ચાલી રહ્યુ છે. આવનારી ફિલ્મોમાં રાજ-2, રોશન અને કાઈટ્સ છે.
- કંગનાએ ફિલ્મ ગેંગસ્ટરને માટે સ્ટાર સ્ક્રીન એવોર્ડ ન્યૂકમર, ફિલ્મફેયર એવોર્ડ અને સ્ટારડસ્ટ એવોર્ડ મેળવી ચૂક્યા છે. આ સિવાય લાઈફ ઈન મેટ્રોને માટે પણ એવોર્ડ મેળવી ચૂક્યો હતો.
- કંગનાને હોલીવુડથી પણ ફિલ્મોની ઓફર મળી રહી છે.

જલ્દી મિત્રતા થઈ જાય છે.
IFM

કંગનાના કહેવા મુજબ તેની મિત્રતા લોકો સાથે ખૂબ જ જલ્દી થઈ જાય છે. આદિત્ય પંચોલીની સાથે તેમની મિત્રતાને લઈને બોલીવુડમાં ખૂબ ચર્ચા થઈ અને અચાનક એક દિવસ કંગન આએ આદિત્ય સાથે દોસ્તી તોડી નાખી. આ ઘટના પછી કંગનાને એ સલાહ મળવા માંડી કે બોલીવુડમાં બોયફ્રેંડનુ હોવુ જરૂરી છે. પણ કંગનાને કોઈ ફરક નથી પડતો. તેમણે પોતાની ચારેબાજુ એવી દિવાલ ઉભી કરી છે જે કોઈને આરપાર થવા દેતી નથી તે દોસ્તી-યારીના ચક્કરમાં પડવા નથી માંગતી અને જીંદગી પોતાની રીતે જીવવા માંગે છે.
About Writer
નઇ દુનિયા