બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. »
  3. શ્રદ્ધા-અંધશ્રદ્ધા
  4. »
  5. અંધશ્રદ્ધા
Written By વેબ દુનિયા|

પંડોખરઘામના ઊંટવૈદ ગુરૂશરણમ બાબા

જે દાવો કરે છે શારીરિક વિકલાંગતાને એકદમ સાજા કરવાનો....

W.D

શ્રધ્ધા અને અંધશ્રધ્ધાની આ કડીમાં આપણે મળીશું પંડોખર ઘામના 1008 શ્રી ગુરૂશરણમ મહારાજને. ગુરૂશરણ મહારાજનો દાવો છે કે તેઓ કોઈ પણ પ્રકારની શારીરિક વિકલાંગતાથી પીડિત વ્યક્તિને બીલકુલ ઠીક કરી શકે છે.

બુદેલખંડના નાનકડા પંડોખર નામના ગામના આ બાબા પોતાની ટુકડીને લઈને જુદા જુદા શહેરમાં દરબાર લગાવતા રહે છે. બાબાના દરબારની શરૂઆત થાય છે દર્દીને પોતાની પાસે બોલાવીને. ત્યારબાદ એક કાગળ પર બાબા દર્દીની વિગતવાર લખે છે. પછી તેની સાથે વાતચીત કરીને તેને કહે છે - જુઓ હું પહેલા જ તમારા વિશે જાણતો હતો. ત્યારબાદ બાબા કોઈ પણ વિકલાંગ દર્દીને બોલાવીને તરત જ ચાલવા માટે કહે છે.

અમારી સામે જ જોશ અને ઉત્સાહથી સાથે કેટલાક દર્દીઓ ચાલવા લાગ્યા, કેટલાક લડખડાયા અને ગબડી પડ્યા. બાબાનો દાવો હતો કે અપંગ દર્દી પંડોખર હનુમાનજીની કૃપાથી જલ્દી સારો થઈ જશે.

ફોટો ગેલેરી માટે ક્લિક કરો

આ દરમિયાન એક વ્યક્તિ મંચ પર માળા લઈને ચઢ્યો... બતાવવામાં આવ્યુ કે આ વ્યક્તિ પહેલા ચાલી નહોતો શકતો, બાબાની કૃપાથી જ તે ચાલવા લાગ્યો છે.
W.D
બાબા પોતાના દરેક અનુયાયીને રક્ષા સૂત્ર પહેરવાનું અને સતત પાંચ કે ચાર અમાસ સુધી તેમની પાસે આવવાનુ કહે છે. બાબાનુ કહેવુ છે કે આ લોકોને ઠીક થવા માટે આટલી વાર તેમના દરબારમાં આવવુ જરૂરી છે. આ બાબા ગમે તેટલા દાવા કરે પણ ડોક્ટર આ દાવાને સાફ નકારે છે. ડોક્ટરોનુ કહેવુ છે કે કેટલીય વાર ઉત્તેજનામાં દર્દી ઉભો થઈ જાય છે અને બે-ત્રણ પગલાં ચાલી પણ નાખે છે, પણ આ પછી આનુ પરિણામ વધુ ખતરનાક આવે છે.

જો કરોડરજ્જુ પર વધુ પડતો દબાવ પડે તો બની શકે કે તે વ્યક્તિ જીંદગીભર માટે અપંગ થઈ જાય. ત્યાં કેટલાક મનોરોગીઓ જે કોઈ માનસિક મુશ્કેલીને કારણે પોતાની જાતને અપંગ હોવાનો અનુભવ કરતા હોય છે તેઓ ઉત્તેજનાને કારણે સારા થઈ શકે છે, પણ આવા કેસ હજારોમાં એકાદ જોવા મળે છે. આ તો છે ડોક્ટરોનું માનવુ. તમે આ વિશે શું વિચારો છો, તે અમને જરૂરને જરૂર જણાવો...