સર્પદંશની સારવાર... ફોન પર...!જુઓ વિડિયો

વર્ધી વાળા બાબા... યશવંત ભાગવતનો દાવો

શ્રુતિ અગ્રવાલ|

W.D W.D
ન તો કોઈ ધૂપ, ના કોઈ ભભૂત, ન તો કોઈ મંત્ર, નથી કોઈ ભગવા વસ્ત્રો, અને નથી કોઈ મોટા મોટા વચનો....! ઉડતી વાતો , અફવાઓ અને કથાઓને ઉજાગર કરવાની અમારી આ કોશિશમાં અમે આ વખતે તમને એક એવી વ્યક્તિ જોડે મુલાકાત કરાવીએ છે જેનો દાવો છે કે તે સાપ અંને વીંછીંનું ઝેર પોતાની મંત્ર શકિતથી ઉતારે છે અને એ પણ ફોન પર ?

ફોટો ગેલેરી જોવા અહીં ક્લીક કરો...

આ વાત સાંભળીને તમને વિશ્વાસ નહિ આવતો હોય, અમને પણ નહોતો આવતો. શુ આવું થઈ શકે છે ? ખોટી બકવાસ જ લાગે છે!

આવા કેટલાય વિચાર અમારા મગજ પણ આવ્યા હતા. કહેવાય છે ને કે વાત જેટલી શંકાસ્પદ લાગે તેટલી જ તેના વિશે જાણવાની તીવ્ર ઈચ્છા થાય છે. એટલે અમે પણ વાતની હકીકત જાણવા માટે પહોંચી ગયા એ વ્યક્તિ પાસે, અમારી યાત્રાની શરુઆત થઈ રામબાગ કોલોનીથી.

એ વિસ્તારમાં પહોંચીને અમે જ્યારે પૂછ્યુ કે ઝેર ઉતારનારા બાબા ક્યાં મળશે? નામ સાંભળી પ્રથમ તો સાઈકલની દુકાનવાળો છોકરો હસવા માંડ્યો, પછી રસ્તો બતાવવા પોતે પોલીસ કવાર્ટર્સ સુધી લઈ ગયો.

W.D W.D
પોલીસ કવાર્ટર્સમાં અને એ પણ ઝેર ઉતારવાવાળાં બાબા ! વાત કોઈ મગજમાં ઉતરી નહી. અમને પહેલા તો લાગ્યુ કે આ અમને ઉલ્લુ બનાવી રહ્યો છે. અમે ત્યાંથી જઈ રહેલ એક વ્યક્તિને પૂછ્યું તો તેણે પણ સહમતિ આપતાં કહ્યું કે " હા , હેડ સાહેબ અહીં જ રહે છે.' પછીખબર પડી કે યશવંત ભાગવત નામનો આ વ્યક્તિ પોલીસખાંતાંમાં હેડ કાંસ્ટેબલ ના પદ પર કાર્યરત છે. અને છેલ્લા 25 વર્ષોથી ફોન પર સાપનું ઝેર ઉતારે છે.

જાણકારી મળતાં જ અમે તેમના રુબરુ થયા. યશવંત ભાગવતે બતાવ્યું કે " પહેલા તો તે દર્દીને પ્રત્યક્ષ મળીને જ ઝેર ઉતારતાં હતા, પણ પછી મંત્રોમાં કેટલાક શબ્દોનો ફેરફાર કરીને ફોન પર જ ઝેર ઉતારવાની વિધિ શોધી લીધી. આ વાત લોકો સુધી પહોંચતાં જ તેમનો ફોન રણકવા માંડ્યો.

W.D W.D
પોતાની વિદ્યાની ખાસિયત બતાવતાં તેમણે કહ્યું કે એ પીડિત વ્યક્તિને તેનું, તેની માઁ નું નામ અને એના રહેવાનું ઠેકાણું પૂછે છે. એના પછી મંત્રોચ્ચાર થી ઝેર ઉતારવાની આ અનોખી વિદ્યા શરૂ કરે છે. જ્યારે તેમને લાગે છે કે ઝેર ઉતરી ગયુ છે તો તે દર્દીને એક નારિયળ વધેરવાનું કહે છે. ત્યારબાદ દર્દીને મીઠું ચટાડવામા આવે છે. જો તેને મીઠું ખારું લાગે તો ઝેર ઉતરી ગયું છે એવું માનવામા આવે છે. src="//videos.webdunia.com/videoId/vid/0_exlviosv/width/670/height/430/play/y/mute/y" width="670" height="430" frameBorder="0" allowfullscreen webkitallowfullscreen mozAllowFullScreen>


આ પણ વાંચો :