અહીંયા વહેનારી વદાવરૂ નદી, કાવેરી નદીની ઉપનદી છે જેને ગંગા જેટલી જ પવિત્ર માનવામાં આવે છે. જે લોકો પોતાના સંબંધીઓનો અંતિમ સંસ્કાર કરવા માટે અહીંયા આવે છે તેઓ આ નદીની અંદર સ્નાન જરૂર કરે છે. તેમનું એવું માનવું છે કે આ નદીની અંદર સ્નાન કરવાથી તેમના બધા જ દોષો દૂર થઈ જાય છે. આપણા દેશમાં ધાર્મિક સ્થળો જેવા કે મંદિર, ચર્ચ, મસ્જીદ, બૌદ્ધ, અને જૈન ધર્મોની કોઈ જ ઉણપ નથી પરંતુ એક સ્મશાન ઘાટને તંજાવુરના લોકો દ્વારા ધાર્મિક માનવો તે કદાચ આ પહેલી જ ઘટના હશે. જો તમે પણ આવા ધાર્મિક સ્થળના સંપર્કમાં આવ્યાં હોય તો અમને જરૂરથી જણાવશો...