ચોકલેટ રેસીપી - રમ ટ્રકલ

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 1 કપ ઓગળેલી ડાર્ક ચોકલેટ, 2 ઈંડા, 1/4 કપ આઇસિંગ શુગર, 4-5 ચમચી ઓગાળેલું બટર, 1-2 ચમચી રમ, 1 ચમચી ક્રીમ, ગાર્નિશિંગ માટે છીણેલું નાળિયેર અને ચોકલેટ ચિપ્સ.

બનાવવાની રીત - એક વાટકામાં ઈંડુ, બટર, રમ અને બેગણું ક્રીમ નાંખી સારી રીતે ફેંટો. આ મિશ્રણને ઓગળેલી ચોકલેટમાં મિક્સ કરો. જો આ ચોકલેટ ઓગળેલી ન લાગે તો તેને તમે ફરીથી ગરમ કરી ઓગાળી શકો છો. હવે આ મિશ્રણને વાસણમાં નાંખી પાણી ભરેલી કઢાઇની અંદર મૂકી દો અને ગેસની આંચ ચાલુ કરી દો. આ મિશ્રણને ધીમે-ધીમે હલાવતા રહો જેથી ઈંડાનું મિશ્રણ તેની સાથે મિક્સ થઇ જાય. હવે ધીમે ધીમે તેમાં આઇસિંગ શુગર ઉમેરો અને જોતા રહો કે ક્યાંક ચોકલેટના મિશ્રણમાં ગઠ્ઠા ન પડે. જ્યારે શુગર સારી રીતે મિક્સ થઇ જાય ત્યારે તેમાં રમના ટીપાં નાંખો અને આંચ પરથી ઉતારી ઠંડુ થવા મૂકી દો. હવે આના નાના-નાના બોલ્સ બનાવી દો અને ઉપરથી નારિયેળ અને ચોકલેટ ચિપ્સથી ગાર્નિશ કરી દો.


આ પણ વાંચો :