પૌષ્ટિક વાનગી : સફરજનની ખીર

વેબ દુનિયા|

P.R
દિવસમાં એક સફરજન ખાવાથી દુનિયાભરની બીમારીઓ સામે આપણા શરીરને રક્ષણ મળી રહે છે. પણ આજે આ જ સ્વાસ્થ્યવર્ધક સફરજનને કંઇક અલગ રીતે ખાવાની રીત અમે જણાવી રહ્યાં છીએ. અમે તમને શીખવી રહ્યાં છીએ સફરજનની સ્વાદિષ્ટ ખીર બનાવતા. આ ખીર તમે કોઇપણ પર્વ પર કે મહેમાનો ઘરે આવવાના હોય ત્યારે બનાવી શકો છો.

સામગ્રી : 3થી 4 છીણેલા સફરજન, 1 કપ મિલ્કમેડ, 1 કપ દૂધ, 2 ચમચી ખાંડ, ઇલાયચીનો પાવડર, કાપેલા ડ્રાય ફ્રુટ્સ

બનાવવાની રીત : સૌથી પહેલા છીણેલા સફરજનમાં દૂધ અને ખાંડ નાંખી તેને પ્રેશર કૂકરમાં બાફી લો. મિશ્રણ બફાઇ જાય એટલે તેમાં 1 કપ મિલ્કમેડ નાંખી ફરીથી એક મિનિટ માટે રાંધો. હવે ગેસની આંચ બંધ કરી દો. રંધાઇને તૈયાર થયેલી ખીરમાં ઉપરથી ઇલાયચીનો પાવડર અને ડ્રાય ફ્રુટ્સ નાંખીને ગાર્નિશ કરો. તૈયાર છે તમારી સફરજનની ખીર. આ ખીર મહેમાનોને પીરસો તે પહેલા તેને ફ્રીઝમાં મૂકી ઠંડી કરી લો. અલબત, તમે ઇચ્છો તો ગરમ-ગરમ ખીરનો સ્વાદ પણ માણી શકો છો.


આ પણ વાંચો :