બંગાળી મીઠાઈ - શિન્ની

વેબ દુનિયા|

P.R
સામગ્રી - 1 લીટર કાચું દૂધ, 4 બરાબર પાકેલા કેળા, 1 કપ ગોળ કે ખાંડ, 4 ચમચી ઘઉંનો લોટ, અડધું છીણેલું નારિયેળ, 1 કાપેલું સફરજન, દ્રાક્ષ, 10 કિશમિશ, 10 કાજુ, 1 ચમચી કપુર, 1 ચમચી ઇલાયચી પાવડર.

બનાવવાની રીત - સૌથી પહેલા બધા ફળોને સારી રીતે ધોઇ લો અને કાપીને એક બાજુએ મૂકી દો. હવે ખાંડ કે ગોળને પાવડરના રૂપમાં પીસી લો. આ ખાંડ કે ગોળને કેળા સાથે બરાબર મિક્સ કરી તેની બારીક પેસ્ટ બનાવો. હવે આ મિશ્રણને દૂધમાં મિક્સ કરો એને એક મોટા વાસણમાં કાઢીને રાખો. દૂધ ન તો વધુ ગરમ હોવું જોઇએ અને ન તો ઠંડુ, ટૂંકમાં તે રૂમ ટેમ્પરેચર પર હોવું જોઇએ. હવે તેમાં ઘઉંનો લોટ મિક્સ કરો અને હાથથી બરાબર હલાવો. જ્યારે લોટ બરાબર મિક્સ થઇ જાય ત્યાર પછી તેમાં કાપેલા ફળ, સૂકામેવા નાંખીને મિક્સ કરો. અંતમાં તેમાં કપુર અને ઇલાયચ પાવડર નાંખો. તો તૈયાર છે તમારી શિન્ની.


આ પણ વાંચો :