બુધવાર, 17 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Updated : શુક્રવાર, 17 જૂન 2016 (16:21 IST)

સ્વીટ રેસીપી - આગ્રાના પેઠા

પેઠા દેશના અનેક રાજ્યોમાં બાનવવામાં આવે છે. પણ દુનિયામાં જેટલા જાણીતા આગરાના પેઠા છે એટલા બીજા કોઈ નહી. આવો અમે તમને બતાવીએ છીએ તેને બનાવવાની રીત... 
 
સામગ્રી - દોઢ કિલો પેઠા ફળ(Winter melon/ash gourd), 6 કપ ખાંડ, 5 મોટા ચમચા કેવડા એસેંસ, 180 ગ્રામ ચૂનો


 
આગળ જુઓ કેવી રીતે બનાવશો આગ્રના પેઠાં
 
 
 

બનાવવાની રીત - પેઠાને છોલીને બીજ અને વચ્ચેનો ગુદો કાઢી નાખો. પછે તેને ચોરસ ટુકડામાં કાપી લો. પછી તેના છાલટા પણ ધીરેથી કાઢી લો.  પેઠાના ટુકડાને કાંટાવાળા ચમચીથી કાણા પાડો જેથી ચાસણી અંદર સુધી જઈ શકે. 
એક વાસણમાં 3 લીટર પાણીમાં ચૂનો મિક્સ કરી લો. પછી તેમા પેઠાના ટુકડા નાખીને 2 થી 3 કલાક માટે રહેવા દો.  3 કલાક પછી પેઠાના ટુકડાને સ્વચ્છ પાણીના નળ નીચે 3થી 4 વાર ધોઈને સાફ કરી લો. 
 
6 કપ ખાંડ અને સાઢા છ કપ પાણી એક કડાહીમાં નાખીને ગરમ થવા મુકો. તેમા 4 ચમચી દૂધ નાખીને ઉકાળો અને ઉકળ્યા પછી તાપ ધીમો કરી દો.  હવે એક કપ પાણી વધુ નાખીને ઉકાળીને એક તારની ચાસણી બનાવી લો.