રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Updated : ગુરુવાર, 18 એપ્રિલ 2019 (13:18 IST)

બૂંદીના લાડુ (કળીના લાડુ)

સામગ્રી- ingridents 
2 વાટકી ચણાનો લોટસ 
2 વાટકી ઘી 
3 વાટકી ખાંડ 
એલચી, કેસર, બદામ, લીંબૂનો રસ 
 
બનાવવાની રીત-method 
 
ચણાના લોટમાં એક ચમચી ઘી કે તેલ મોણ નાખી પાતળુ ખીરું  બનાવી લો. 
 
એક તપેલીમાં ખાંડ લઈ તે ડૂબે તેટલું પાણી નાંખી ઉકાળવું. થોડોં લીંબૂનો રસ નાખી, મેલ કાઢવું. કેસર દૂધમાં ધોલી ચાશનીમાં નાખો. ચાશની એકતારની થાય એટલે તાપ ઉપર મૂકી ગરમ રાખવી. 
 
એક પેણીમાં ઘી ગરમ કરી એક ઝારાથી ચણાનાલોટનું ખીરું નાખો. તેમાથી કળી પડશે તેને તળીને ચાશનીમાં નાખવું. થોડી વાર કળીને ચાશનીમાંથી કાઢી ગોળ લાડું બાંધવું. પછી થોડીવાર માટે તેને થાળીમાં ખુલ્લા મૂકવૂ જેથી તેને થોડી હવા લાગે. 
તેની ઉપર એક એક કાજૂ કે પિસ્તાનો ભૂકો નાખી શકાય છે. તમારા કળીના લાડું તૈયાર છે. 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati