1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. મિઠાઈ
Written By
Last Modified: શુક્રવાર, 22 માર્ચ 2024 (15:15 IST)

ચોકલેટ બરફી Chocolate barfi

chocolate burfi
Chocolate barfi- તહેવારોમાં મિઠાઈ, પકવાન, નમકીન, નાસ્તો અને વાનગીઓ સહિત ઘણી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે. લોકો મીઠાઈઓ માટે બરફી ચોક્કસપણે બનાવે છે, તેથી જો તમે દર વખતે ચણાના લોટ, નારિયેળ અને બદામની બરફી બનાવીને કંટાળી ગયા હોવ, તો અમે તમને બરફીની ખાસ રેસિપી જણાવીશું,
 
સામગ્રી
 
2 કપ માવો
3 ચમચી-ખાંડ
1 ચમચી ગુલાબજળ
1 ટીસ્પૂન એલચી પાવડર
2 ચમચી-કોકો પાવડર
2 ચમચી સમારેલી બદામ
 
બનાવવાની રીત 
- એક પેનને ગરમ કરો અને તેમાં માવાને 8-10 મિનિટ સુધી શેકી લો.
- માવામાં ખાંડ, એલચી પાઉડર અને ગુલાબજળ ઉમેરીને મિક્સ કરી થોડી વાર શેકવું.
- જ્યારે માવો બરાબર શેકાઈ જાય ત્યારે એક ટ્રેમાં ઘી લગાવો અને અડધો માવો ફેલાવો.
- બાકીના અડધા માવાના મિશ્રણમાં કોકો પાવડર મિક્સ કરો અને ટ્રેમાં સ્પ્રેડ કરેલા માવાના ઉપર સારી રીતે ફેલાવો અને સેટ કરો.
- ટ્રેને 2 કલાક માટે ફ્રીજમાં રાખો અને પછી તેને મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો.

Edited By- Monica Sahu