ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ટ્રેંડિંગ ટોપિક
Written By
Last Updated :નવી દિલ્હી. , શનિવાર, 16 માર્ચ 2024 (11:48 IST)

Delhi Vada Pav Girl: રડતી-રડતી વડા પાવ વેચતી જોવા મળે વાયરલ ગર્લ, ખાવા માટે લાગી લોકોની લાઈન, Video થયો વાયરલ

vada pao girl
vada pao girl

 સોશિયલ મીડિયા પર વર્તમાન દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમા એક યુવતી ધ્રુસકે ધ્રુસકે રહી છે. આ યુવતી  વડા પાવ ગર્લના નામથી જાણી છે. તેનુ નામ ચંદ્રકા ગેરા દિક્ષિત છે અને તે ફુટપાથ પર સ્ટોલ લગાવીને મુંબઈની ફેમસ ડિશ વડા પાવ વેચે છે.  અહી પર તેને ખાવા માટે લોકોની લાંબા લાઈન લાગેલી રહે છે. પણ હાલ ચંદ્રિકા એક ખાસ કારણે ચર્ચામાં છે.  

 
આ વીડિયો ફૂડવોલ્સ નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તે રડતી અને વડાપાવ વેચતી જોવા મળી રહી છે, પરંતુ આ દરમિયાન તે ફરિયાદ પણ કરી રહી છે. તે  કહે છે કે એમસીડીના લોકો તેના સ્ટોલને બંધ કરાવવા પાછળ પડ્યા છે. હું તેમને સમયસર પૈસા ચૂકવી રહી છું પરંતુ તેઓ છતા પણ મારો સ્ટોલ બંધ કરવા માંગે છે. તે ફોન પર મદદ માટે વિનંતી કરી રહી છે.
 
બધો પૈસાનો ખેલ છે - ચંદ્રિકા 
ચંદ્રિકા કહે છે, "MCD વાળાએ તેને પરેશાન કરી દીધી છે. મે શુ ખોટુ કર્યુ છે. કે તેઓ મને સ્ટોલ લગાવતા રોકી રહ્યા છે. આ સ્ટોલ પર ઉભેલા ગ્રાહકોને કહે છે કે શુ તે ખોટુ કરી રહી છે ? જેના પર અનેક ગ્રાહક તેને કહે છે કે રોજી રોટી કમાવવી કોઈ ખોટુ નથી. તેઓ તેને સપોર્ટ કરવાની વાત કરી રહ્યા છે. તેણે કહ્યુ કે મે તાજેતરમાં જ 30 હજારથી 35 હજાર રૂપિયા આપ્યા, પણ ફરીથી તેઓ તેને પરેશાન કરી રહ્યા છે. આ બધો પૈસાનો ખેલ છે  
 
યુઝર્સ ખૂબ આપી રહ્યા છે રિએક્શન 
સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાની સાથે જ યુઝર્સ પણ જોરદાર કમેન્ટ કરી રહ્યા છે. ઘણા યુઝર્સએ એમસીડી પાસેથી સ્ટોલ માટે પરવાનગી લેવાની સલાહ આપી. એક યુઝરે કહ્યું- આ કોઈ સ્ત્રી કે પુરુષનો પ્રશ્ન નથી. આ માત્ર MCD નિયમો અંગે છે. આ ફૂડ સ્ટોલ સરકારી જમીન પર એક પ્રકારનું અતિક્રમણ છે. અન્ય એક યુઝરે કહ્યું- અહીં ફૂડ કોર્ટ લગાવવા માટે ઘણા લાઇસન્સ જરૂરી છે અને આ લાઇસન્સ મેળવવાનો ખર્ચ ઘણો મોંઘો છે.