ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઇ
  3. મિઠાઈ
Written By
Last Modified: શુક્રવાર, 23 ડિસેમ્બર 2016 (12:46 IST)

ઈંડા વગરનો ચોકલેટ કપ કેક

આઈસક્રીમ અને કેક ખાવુ દરેકને પસંદ છે. ખાસ કરીને બાળકોની આ ફેવરેટ ડિશ છે. તેને તમે ઘરે પણ સહેલાઈથી તૈયાર કરી શકો છો.  કેક તમે ઈંડા સાથે અને ઈંડા વગર પણ બનાવી શકો છો. 
 
ચાલો આજે અમે તમને ઈંડા વગરનો ચોકલેટ કપ કેક બનાવતા શીખવીશુ... 
 
સામગ્રી - 3 મોટી ચમચી મેદો, 3 મોટી ચમચી કોકો પાવડર, 3 મોટી ચમચી રિફાઈંડ તેલ, 3 મોટી ચમચી દૂધ કે પાણી, 2 મોટી ચમચી દરદરી ખાંડ, 1/8 ટી સ્પૂન બેકિંગ પાવડર,  એક ચપટી મીઠુ, એક સ્ક્રૂપ વેનિલા આઈસક્રીમ 
 
બનાવવાની રીત - એક કપમાં બધી સામગ્રી નાખો અને સારી રીતે હલાવી લો. ધ્યાન રાખો કે સામગ્રી સારી રીતે મિક્સ થઈ જાય.  ગાંઠ પડશે તો કેક સારો નહી બને.  હવે મિશ્રણને 2 મિનિટ માટે માઈક્રોવેવમાં મુકો.  કપ કેક તૈયાર છે. ગાર્નિશ માટે તેના પર વેનિલા આઈસક્રીમનો સ્કૂપ નાખો. સર્વ કરો અને કપ કેકનો આનંદ ઉઠાવો.